Not Set/ Video/ ચાલતી ટ્રેનમાંથી ઉતરતા શખ્સનો લપસ્યો પગ, જોઇ RPF જવાન દોડ્યો અને પછી…

  રેલ્વે સુરક્ષા દળની ચપળતા અને ફૂર્તિલાપણુ જોવુ હોય તો તમારે આ વીડિયો જોવો જોઇએ. જે જોયા બાદ તમે તેમની ડેડેકિશેનને સલામ કર્યા વિના નહી રહી શકો. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈનાં કલ્યાણ રેલ્વે સ્ટેશનનો હોવાનુ સામે આવ્યુ છે. રેલ્વે સુરક્ષા દળની તાકીદને લીધે, અહીં એક વ્યક્તિનો જીવ […]

India
60d468735444cbc27388068e5220987b 1 Video/ ચાલતી ટ્રેનમાંથી ઉતરતા શખ્સનો લપસ્યો પગ, જોઇ RPF જવાન દોડ્યો અને પછી...
 

રેલ્વે સુરક્ષા દળની ચપળતા અને ફૂર્તિલાપણુ જોવુ હોય તો તમારે આ વીડિયો જોવો જોઇએ. જે જોયા બાદ તમે તેમની ડેડેકિશેનને સલામ કર્યા વિના નહી રહી શકો. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મુંબઈનાં કલ્યાણ રેલ્વે સ્ટેશનનો હોવાનુ સામે આવ્યુ છે.

રેલ્વે સુરક્ષા દળની તાકીદને લીધે, અહીં એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ બધુ એટલુ અચાનક બન્યું કે લોકો હેરાન થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, 52 વર્ષીય મુસાફર મંગળવારે અચાનક ચાલુ ટ્રેનમાંથી ઉતર્યા હતા. દરમાયન તેમનો પગ લપસી ગયો અને તે સીધા પ્લેટફોર્મ અને ટ્રેકની વચ્ચે સરકી ગયા. આ જોઈને તે સમયે ડ્યુટી પર તૈનાત રેલ્વે પ્રોટેક્શન ફોર્સનાં જવાનો કે.સાહુ અને મહારાષ્ટ્ર સુરક્ષા દળનાં જવાન સોમનાથ મહાજન દોડી આવ્યા હતા અને અકસ્માત સર્જાતા પહેલા તે વ્યક્તિને ખેંચી લીધો હતો.