Not Set/ #CoronaEffect/ કેન્દ્રનાં રસ્તે હવે યુપી સરકાર, રાજ્યનાં કર્મચારીઓને મળતા DA પર…

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનાં વર્તમાન દરો પર જુલાઈ 2021 સુધી રોક લગાવ્યા બાદ યુપી સરકારે પણ તેના પર રોક લગાવી દીધી છે. આ સ્થિતિમાં રાજ્યનાં લગભગ 16 લાખ કર્મચારીઓ અને પેન્શનરો ડીએ અને ડીઆર નાં વધેલા દરથી વંચિત રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારનાં આ […]

India
44c6dabfd80aa9ef8105fd9057b1c39f 1 #CoronaEffect/ કેન્દ્રનાં રસ્તે હવે યુપી સરકાર, રાજ્યનાં કર્મચારીઓને મળતા DA પર...
44c6dabfd80aa9ef8105fd9057b1c39f 1 #CoronaEffect/ કેન્દ્રનાં રસ્તે હવે યુપી સરકાર, રાજ્યનાં કર્મચારીઓને મળતા DA પર...

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનાં વર્તમાન દરો પર જુલાઈ 2021 સુધી રોક લગાવ્યા બાદ યુપી સરકારે પણ તેના પર રોક લગાવી દીધી છે. આ સ્થિતિમાં રાજ્યનાં લગભગ 16 લાખ કર્મચારીઓ અને પેન્શનરો ડીએ અને ડીઆર નાં વધેલા દરથી વંચિત રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારનાં આ નિર્ણયનાં કારણે લગભગ 2,000 કરોડ રૂપિયાનાં ખર્ચનાં ભારથી બચત થશે.

ઉત્તરાખંડમાં પણ નિર્ણય લેવામાં આવ્યો

ઉત્તરાખંડમાં કર્મચારીઓ અને પેન્શનરોને દોઢ વર્ષ સુધી ડીએ ચૂકવવામાં આવશે નહીં. કોરોના રોગચાળાને પગલે સરકારે આ નિર્ણય લીધો છે. આથી રાજ્યનાં લગભગ સાડા ત્રણ લાખ કર્મચારીઓ અને પેન્શનરોને આંચકો લાગ્યો છે. શુક્રવારે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર રાવતે હરી ઝંડી દેખાડ્યા બાદ સચિવ (નાણાં) અમિત નેગી દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ નિર્ણય કેન્દ્ર સરકારની તર્જ પર લીધો હતો. કર્મચારીઓને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું મળે છે અને પેન્શનરોને મોંઘવારી રાહત મળે છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020 થી તેના કર્મચારીઓને ચાર ટકા ડીએ આપવાનો નિર્ણય કર્યો હતો. આ પછી રાજ્ય સરકારે પણ તેનો અમલ કરવો પડ્યો, પરંતુ કોરોના રોગચાળાએ આર્થિક સ્થિતિમાં ફેરફાર કરી દીધા છે. આ અંગે નાણાં સચિવ અમિત નેગીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઈ, 2020 અને જાન્યુઆરી 2021 માં મળેલ ડી.એ. મોકૂફ રાખવામાં આવેલ છે.

ડી.એ.ની બાકી ચૂકવણી પણ ઉપલબ્ધ થશે નહીં

કર્મચારીને હાલમાં 17 ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે, જે આપવાનું ચાલુ રહેશે. સરકારે પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભવિષ્યમાં ડી.એ.નું કોઇ એરિયસ પણ નહીં મળે. સરકારનાં આ પગલાથી રાજ્યને દોઢ વર્ષમાં આશરે 1,400 કરોડ રૂપિયાની બચત થશે. આ રકમનો ઉપયોગ કોરોના સામેનાં યુદ્ધમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.