Not Set/ પાલઘર બાદ બુલંદશહરમાં સાધુઓની હત્યા, સંદિગ્ધની કરાઈ અટકાયત

ઉત્તરપ્રદેશનાં બુલંદશહેર જિલ્લામાંથી એક હાર્ટબ્રેકિંગ ઘટના સામે આવી છે. અહીં મંગળવારે સવારે મંદિરનાં પરિસરમાં બે સાધુઓની લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયારોથી બંને સાધુનાં ગળા પર વાર કરવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતાં એસએસપી સંતોષ કુમાર સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જ પોલીસે લાશનો કબજો લઈ […]

India
d643b7fe0c1f33e5ec8ad4f39d4f5f69 3 પાલઘર બાદ બુલંદશહરમાં સાધુઓની હત્યા, સંદિગ્ધની કરાઈ અટકાયત
d643b7fe0c1f33e5ec8ad4f39d4f5f69 3 પાલઘર બાદ બુલંદશહરમાં સાધુઓની હત્યા, સંદિગ્ધની કરાઈ અટકાયત

ઉત્તરપ્રદેશનાં બુલંદશહેર જિલ્લામાંથી એક હાર્ટબ્રેકિંગ ઘટના સામે આવી છે. અહીં મંગળવારે સવારે મંદિરનાં પરિસરમાં બે સાધુઓની લાશ મળી આવી છે. તીક્ષ્ણ હથિયારોથી બંને સાધુનાં ગળા પર વાર કરવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળતાં એસએસપી સંતોષ કુમાર સહિત અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને ફોરેન્સિક વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જ પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

ઘટના બુલંદશહેરંના અનુપશહર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પરોણા ગામની છે. સાધુ જગન દાસ (55) અને સેવાદાસ (35) છેલ્લા લગભગ 10 વર્ષથી પરોણા ગામનાં શિવ મંદિરમાં રહેતા હતા. સોમવારે રાત્રે મંદિરનાં પરિસરમાં બંને સાધુઓને તીક્ષ્ણ હથિયારોથી મારવામાં આવ્યા હતા. જ્યારે મંગળવારે સવારે ગામલોકો મંદિરે પહોંચ્યા, ત્યારે તેઓને સાધુઓનાં લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યા હતા. આ જોઈને અંધાધૂંધી છવાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો મંદિર પહોંચી ગયા હતા અને બાદમાં પોલીસને જાણ કરી હતી.

આ બાતમી મળતાની સાથે જ એસએસપી સંતોષકુમાર, સીઓ અનુપશહર અતુલ ચૌબે, કોતવાલ મિથિલેશ ઉપાધ્યાય પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી. એસએસપી સંતોષકુમારસિંહે જણાવ્યું હતું કે, બંને સાધુઓની હત્યા કરવા બદલ ગામનાં એક યુવકની અટકાયત કરવામાં આવી છે. સોમવારે સવારે યુવકનો સાધુઓ પાસે કોઇ બાબતે ઝઘડો થયો હતો. એસએસપીએ જણાવ્યું હતું કે, આ યુવક ગુનાહિત પ્રકારનો છે અને તે નશાની હાલતમાં મળી આવ્યો છે. હમણાં, તે કંઇ કહેવા માટે સમર્થ નથી. હાલ આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે અને અટકાયત કરાયેલા યુવકની પૂછપરછ કરવામાં આવે ત્યારબાદ જ આ મામલો બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.