Not Set/ #કોરોનાવાઈરસ/ દેશમાં નોધાયેલા કુલ કેસોમાંથી 56% કેસ અમદાવાદ, સૂરત અને વડોદરા સહીત ૨૦ જિલ્લાના છે

કરોના વાઇરસે દેશભરમાં કાળો કહેર મચાવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કોરોના સામે લડવાના પ્રયાસો ચાલુ છે. છતાંય  દેશમાં કોરોના ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વકરી રહેલા કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે નવી રણનીતિ હેઠળ ૨૦ નવી કેન્દ્રીય ટીમોની રચના કરી છે. જે દેશના સૌથી વધારે પ્રભાવિત ૨૦ જીલ્લાઓનું આંકલન […]

India
2125654af57b5de38b27a9a267bcadd4 #કોરોનાવાઈરસ/ દેશમાં નોધાયેલા કુલ કેસોમાંથી 56% કેસ અમદાવાદ, સૂરત અને વડોદરા સહીત ૨૦ જિલ્લાના છે
2125654af57b5de38b27a9a267bcadd4 #કોરોનાવાઈરસ/ દેશમાં નોધાયેલા કુલ કેસોમાંથી 56% કેસ અમદાવાદ, સૂરત અને વડોદરા સહીત ૨૦ જિલ્લાના છે

કરોના વાઇરસે દેશભરમાં કાળો કહેર મચાવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કોરોના સામે લડવાના પ્રયાસો ચાલુ છે. છતાંય  દેશમાં કોરોના ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. વકરી રહેલા કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે નવી રણનીતિ હેઠળ ૨૦ નવી કેન્દ્રીય ટીમોની રચના કરી છે. જે દેશના સૌથી વધારે પ્રભાવિત ૨૦ જીલ્લાઓનું આંકલન કરશે અને રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપશે.

દેશભરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, તાજેતરના સરકારી આંકડાઓ મુજબ દેશમાં કુલ કેસ ૪૦,૨૬૩એ પહોંચી ગયા છે, જયારે કુલ ૧૩૦૬ દર્દીઓના મોત નીપજયા છે. સરકાર દ્વારા નિર્મિત ૨૦ ખાસ ટીમો દેશનાએ ૨૦ જીલ્લાઓની મુલાકાત લેશે અને સ્થિતિનું આંકલન કરશે. જ્યાંથી અત્યાર સુધીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. આ ૨૦ જીલ્લાઓના કુલ કેસ દેશના કુલ કેસોના ૫૬ ટકા કેસો છે.

દેશના સૌથી વધુ પ્રભાવિત ૨૦ જીલ્લાઓમાં

મહારાષ્ટ્ર્ર – મુંબઇ, પૂણે, થાણે

ગુજરાત- અમદાવાદ, સુરત , વડોદરા

પૂર્વ દિલ્હી, મધ્ય દિલ્હી

મધ્ય પ્રદેશ- ઇન્દોર, ભોપાલ

રાજસ્થાન – જયપુર, જોધપુર

તમિલનાડૂ – ચેન્નાઇ,

તેલંગાણા – હૈદરાબાદ,

યુપી – આગરા, લખનઉ

બંગાળ – કોલકાતા,

આંધ્ર – કૂરનૂલ, ગૂંટુર, કૃષ્ણા  સામેલ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.