Not Set/ PM મોદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં પોલીસે આ વ્યક્તિની કરી ધરપકડ

તમિલનાડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં દિલ્લીની ગાદી પર શર થયા બાદ તેઓ પણ દુનિયાના મોસ્ટ VVIP નેતાઓમાં સ્થાન પામ્યા છે. ત્યારબાદ તેઓના માથા પર આતંકવાદી સંગઠનો કે અન્ય સમુદાયના લોકોથી હંમેશા ખતરો રહેતો હોય છે અને તેઓને મારવા માટે અંજામ આપતા હોય છે. પરંતુ મંગળવારે PM મોદીની મારવાનું કાવતરું ઘડ્યા હોવાના આરોપમાં પોલીસે તમિલનાડુથી […]

India
sdgsdgg PM મોદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં પોલીસે આ વ્યક્તિની કરી ધરપકડ

તમિલનાડુ,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૪માં દિલ્લીની ગાદી પર શર થયા બાદ તેઓ પણ દુનિયાના મોસ્ટ VVIP નેતાઓમાં સ્થાન પામ્યા છે. ત્યારબાદ તેઓના માથા પર આતંકવાદી સંગઠનો કે અન્ય સમુદાયના લોકોથી હંમેશા ખતરો રહેતો હોય છે અને તેઓને મારવા માટે અંજામ આપતા હોય છે. પરંતુ મંગળવારે PM મોદીની મારવાનું કાવતરું ઘડ્યા હોવાના આરોપમાં પોલીસે તમિલનાડુથી એક શખ્સની ધરપકડ કરી છે.

તમિલનાડુના આ શખ્સની સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક ઓડિયો ક્લીપના આધાર પર ધરપકડ કરવામાં આવી છે. આ ઓડિયોમાં તે પ્રકાશ નામના એક વ્યાપારી સાથે વાત કરી રહ્યો છે.

હકીકતમાં, પોલીસને આ મામલે ઓડિયો વાઈરલ થયા બાદ ખબર પડી હતી. આ ઓડિયોમાં આરોપી શખ્સ પ્રધાનમંત્રી મોદીની હત્યા કરવાના કાવતરા અંગે પ્રકાશ નામના વ્યાપારી સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો છે. પોલીસ દ્વારા જણાવ્યા અનુસાર, “આ ઓડિયોમાં કલીપમાં આરોપી શખ્સ જણાવી રહ્યો છે કે, પીએમ મોદીને ખતમ કરી દો“.

તમિલનાડુથી ધરપકડ કરવામાં આવેલા શખ્સની ઓળખ શિનાખ્ત મોહમ્મદ રફીકના રૂપમાં થઇ છે, જે કોયંબતુરના કુનિયામુથુરનો રહેવાસી છે.

આરોપી શિનાખ્ત મોહમ્મદ રફીકની ધરપકડ થયા બાદ હવે પોલીસ આરોપી ઓડિયોમાં જે પ્રકાશ નામના વ્યાપારી સાથે વાત કરી રહ્યો હતો, તેની જાણકારી પ્રાપ્ત કરી રહી છે. આ માટે એક સ્પેશિયલ ટીમનું પણ ગઠન કરવામાં આવ્યું છે.

ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા મુજબ, રફીફ વર્ષ ૧૯૯૮માં થયેલા કોયંબટુર બોમ્બ બ્લાસ્ટના મામલમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો.