Not Set/ #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી સંક્રમિત આકંડાએ તોડ્યો રેકોર્ડ

કોરોનાવાયરસનાં ફેલાવને રોકવા માટે લોકડાઉનનાં ત્રીજા તબક્કાનો આજે બીજો દિવસ છે. કોરોનાવાયરસનો ભારતમાં કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 46,000 ને પાર પહોંચી ગઈ છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાવાયરસને કારણે 1,568 લોકોનાં મોત થયા છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 46,433 પર પહોંચી […]

India
b40c54b5169f5e97198ffb606d70148d 8 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી સંક્રમિત આકંડાએ તોડ્યો રેકોર્ડ
b40c54b5169f5e97198ffb606d70148d 8 #CoronaUpdateIndia/ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી સંક્રમિત આકંડાએ તોડ્યો રેકોર્ડ

કોરોનાવાયરસનાં ફેલાવને રોકવા માટે લોકડાઉનનાં ત્રીજા તબક્કાનો આજે બીજો દિવસ છે. કોરોનાવાયરસનો ભારતમાં કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 46,000 ને પાર પહોંચી ગઈ છે.

આરોગ્ય મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ દેશમાં કોરોનાવાયરસને કારણે 1,568 લોકોનાં મોત થયા છે જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 46,433 પર પહોંચી ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,900 નવા કેસો નોંધાયા છે અને 195 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુનાં આંકડા પણ સૌથી વધુ નોંધાયા છે. અગાઉ 24 કલાકમાં સૌથી વધુ 83 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જો કે, થોડી રાહત છે કે હજી સુધી 12,727 દર્દીઓ આ રોગથી ઠીક થઇ ચુક્યા છે. જણાવી દઇએ કે કોરોના ચેપનાં ફેલાવને રોકવા માટે, દેશભરમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉનનો હાલનો તબક્કો 17 મે સુધી લંબાવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.