Not Set/ કોરોના વેકસીન મામલે ભારત થશે સફળ, પુણેથી આવ્યા આવા સમાચાર…

કોરોના વાયરસની વેકસીન તૈયાર કરવા માટે પુણેની લેબથી વાયરસ સ્ટ્રેનને ભારત બાયોટેક માટે મોકલવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. જાણકારી અનુસાર વેકસીન તૈયાર થઈ જશે તો સૌથી પહેલા આ વેક્સીન પ્રાણીઓ ઉપર ટ્રાયલ કરવામાં આવશે. અને જો પ્રાણીઓ ઉપર ટ્રાયલ સફળ રહેશે, તો માનવો પર ટ્રાયલ કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ કહ્યું કે, વેકસીનને […]

India
aebef352e2f0d38abae74f95a468c4c6 1 કોરોના વેકસીન મામલે ભારત થશે સફળ, પુણેથી આવ્યા આવા સમાચાર...
aebef352e2f0d38abae74f95a468c4c6 1 કોરોના વેકસીન મામલે ભારત થશે સફળ, પુણેથી આવ્યા આવા સમાચાર...

કોરોના વાયરસની વેકસીન તૈયાર કરવા માટે પુણેની લેબથી વાયરસ સ્ટ્રેનને ભારત બાયોટેક માટે મોકલવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે. જાણકારી અનુસાર વેકસીન તૈયાર થઈ જશે તો સૌથી પહેલા આ વેક્સીન પ્રાણીઓ ઉપર ટ્રાયલ કરવામાં આવશે. અને જો પ્રાણીઓ ઉપર ટ્રાયલ સફળ રહેશે, તો માનવો પર ટ્રાયલ કરવામાં આવશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ કહ્યું કે, વેકસીનને લઈને ડ્રગ્સની ખોજ આયુષની દવાઓને સમર્થ આપવાના મામલામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ નેતૃત્વ કરી રહ્યા છે. આયુષની દવાઓને લઈને ભારતના ઈતિહાસમાં પહેલી વાર ક્લીનીકલ ટ્રાયલની પહેલ કરવામાં આવી છે. આ આગમી સમય માટે આ ઐતિહાસિક પગલું છે. ભારતમાં પણ વેકસીનને લઈને તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,  દુનિયામાં કોરોના વાયરસના કારણે હાહાકર મચી ગયો છે. દિવસે દિવસે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખાયમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે આની વચ્ચે કોરોના વાયરસની વેકસીનને લઈને ભારતે મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસનો ખાતમો કરવા સમગ્ર વિશ્વમાં વેકસીન શોધવામાં આવી રહી છે અને ઈઝરાયલ જેવા દેશ પણ કોવિડ-19ની વેકસીન બનાવી હોવાનો દાવો કરી ચૂક્યા છે.

હવે ભારત પણ કોરોના વાયરસની વેકસીન બનાવવાની દિશામાં આગણ વધી રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિંલ ઓફ મેડિકલ રિસર્ચ અને ભારત બાયોટેક ઈન્ટરનેશનલ લિમિટેડની સાથે મળીને દેશમાં કોવિડ-19 માટે વેકસીન બનાવવાની દિશામાં કામ શરૂ કરાયુ છે. બંન્ને પ્રયાસ કરી રહ્યા છે કે કોરોનાના ઈલાજ માટે દેશમાં જ વેકસીન તૈયાર થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન