Not Set/ પત્નિને થયો પેટમાં દુખાવો, પતિ લઇ ગયો તાંત્રિક પાસે અને પછી…

લોકડાઉનની વચ્ચે, ઉત્તર પ્રદેશનાં ભદોહી જિલ્લામાં એક વ્યક્તિએ સારવારનાં નામે તેની પત્ની પર દુષ્કર્મનો પ્રયાસ કરવાના આરોપી એક તાંત્રિકની નિર્દયતાથી હત્યા કરી હતી. મામલો ગોપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ચકનિરંજન ગામનો છે. રવિવારે સવારે લાશ મળી આવતા સનસનાટી ફેલાઇ હતી. પોલીસે લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યુ હતુ. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક રામ […]

India
b9e73389479d614be9090b726d9a9423 પત્નિને થયો પેટમાં દુખાવો, પતિ લઇ ગયો તાંત્રિક પાસે અને પછી...
b9e73389479d614be9090b726d9a9423 પત્નિને થયો પેટમાં દુખાવો, પતિ લઇ ગયો તાંત્રિક પાસે અને પછી...

લોકડાઉનની વચ્ચે, ઉત્તર પ્રદેશનાં ભદોહી જિલ્લામાં એક વ્યક્તિએ સારવારનાં નામે તેની પત્ની પર દુષ્કર્મનો પ્રયાસ કરવાના આરોપી એક તાંત્રિકની નિર્દયતાથી હત્યા કરી હતી. મામલો ગોપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ચકનિરંજન ગામનો છે. રવિવારે સવારે લાશ મળી આવતા સનસનાટી ફેલાઇ હતી. પોલીસે લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યુ હતુ. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ અધિક્ષક રામ બદનસિંહનાં જણાવ્યા અનુસાર, ગોપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ચકનિરંજન ગામમાં રહેતો રાજકુમાર, તેની પત્નિને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ તેને ગામનાં જ એક તંત્ર-મંત્ર કરનાર રામ લખન પાસે લઈ ગયો હતો. તંત્ર વિદ્યાનો ઉપયોગ કરતા સમયે તાંત્રિક રામ લખને રાજકુમારને બહારથી થોડો સામાન લાવવા કહ્યું. તેમણે કહ્યું કે, તેના બહાર જવા પર રામ લખને મહિલા સાથે દુષ્કર્મનો કથિત રીતે પ્રયત્ન કર્યો, ત્યારે જ રાજકુમાર સામાન લઇને પહોંચી ગયો. આ હરકત જોયા બાદ તેણે રામ લખનને ઢોર માર માર્યો હતો.

તે સમયે તાંત્રિક ત્યાંથી છટકી ગયો હતો, પરંતુ લગભગ 3 કલાક બાદ રાજકુમાર અને તેના મિત્ર જગન્નાથે દારૂ પીધો હતો. સમાધાનની વાત કરવાની સાથે જગન્નાથ તાંત્રિકને સાથે લઈને આવ્યા અને તે આવતાની સાથે જ રાજકુમારે કથિત રૂપે તેના ગળા પર ચાકુ મારીને તેની હત્યા કરી હતી. રવિવારે સવારે લાશ મળી આવતા સનસનાટી ફેલાઇ હતી. એસપી રામ બદનસિંહે જણાવ્યું હતું કે, આ સંદર્ભે કેસ નોંધ્યા બાદ રવિવારે જગન્નાથની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રાજકુમારની શોધ કરવામાં આવી રહી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.