Not Set/ બ્રેકિંગ/ lockdown 4.૦ નવા રંગરૂપ સાથે હશે, આ તારીખ પહેલા થશે એલાન : PM મોદી

કોરોના વાયરસ મહામારીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશને સંબોધિત કર્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. જે ૨૦૨૦માં 20 લાખ કરોડનું પેકેજ સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ થશે વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે આર્થિક પેકેજની મહત્વપૂર્ણ ઘોષણા […]

India
a2e9609eb7a37917492763c3e3e60c19 બ્રેકિંગ/ lockdown 4.૦ નવા રંગરૂપ સાથે હશે, આ તારીખ પહેલા થશે એલાન : PM મોદી
a2e9609eb7a37917492763c3e3e60c19 બ્રેકિંગ/ lockdown 4.૦ નવા રંગરૂપ સાથે હશે, આ તારીખ પહેલા થશે એલાન : PM મોદી

કોરોના વાયરસ મહામારીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત દેશને સંબોધિત કર્યા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ આર્થિક પેકેજની પણ જાહેરાત કરી હતી. પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે. જે ૨૦૨૦માં 20 લાખ કરોડનું પેકેજ સમાજના દરેક વર્ગના લોકોને મદદરૂપ થશે

વડાપ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે આર્થિક પેકેજની મહત્વપૂર્ણ ઘોષણા સાથે સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો પણ અમલમાં આવશે. જો કે આ ચોથા તબક્કામાં ઘણી છૂટછાટ હશે તે વાતના પણ સંકેત તેમણે આપ્યા હતા.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના લાંબો સમય સુધી વચ્ચે રહેશે. પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણો વિકાસ અટકી જાય. તેથી હવે ભારત આગળ પણ વધશે. લોકો માસ્ક પહેરશે, સામાજિક અંતરનું પાલન પણ કરશે અને આત્મનિર્ભર પણ બનશે.

લોકડાઉનનું ચોથું ચરણ નવા રંગરુપ સાથે હશે. લોકડાઉનના ચોથા તબક્કા અંગેની જાણકારી 18 મે પહેલા આપવામાં આવશે. દેશ હવે કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. રાજ્યના મુખ્યમંત્રીઓ પાસેથી જે સુચનો મળ્યા તેના આધારે લોકડાઉનનો ચોથો તબક્કો શરુ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.