Not Set/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સક્રિય, ડોડા જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું એનકાઉન્ટર શરૂ

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ગતિવિધિઓ સતત વધી રહી છે. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહી ચલાવી રહી છે. એક પછી એક આતંકીઓની ઘેરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે એકવાર ફરી આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી છે, ત્યારબાદ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. […]

India
2504f40d801c0964ceca1daaf29e90a9 2 જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સક્રિય, ડોડા જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું એનકાઉન્ટર શરૂ
2504f40d801c0964ceca1daaf29e90a9 2 જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સક્રિય, ડોડા જિલ્લામાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું એનકાઉન્ટર શરૂ

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો કહેર છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની ગતિવિધિઓ સતત વધી રહી છે. આપને જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહી ચલાવી રહી છે. એક પછી એક આતંકીઓની ઘેરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આજે એકવાર ફરી આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી છે, ત્યારબાદ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, પોલીસનાં ચોક્કસ ઇનપુટને આધારે ગઈકાલે રાત્રે ડોડા જિલ્લામાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, આ સમયે અહીં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

એક તરફ, જ્યાં ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, ત્યાં પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનાં પૂંછ જિલ્લાનાં દેગવાર ખાતે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાન તરફ યુદ્ધવિરામનાં ભંગ અંગે સેના જવાબ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.