Not Set/ CBSE ની 10 માં અને 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની પોતાની સ્કૂલમાં જ લેવાશે

દેશમાં કોરોનાકાળનાં કારણે શિક્ષણ જગતને પણ મોટી માર પડી રહી છે. સીબીએસઈ બોર્ડનાં પરીક્ષા પણ આ કારણોસર સમયસર નહોતા થઇ શક્યા હતા. જો કે હવે આ પરીક્ષાને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ વિશે એક મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યુ છે કે […]

India
26b143a9ae56a7561790dc0fc126a967 CBSE ની 10 માં અને 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની પોતાની સ્કૂલમાં જ લેવાશે
26b143a9ae56a7561790dc0fc126a967 CBSE ની 10 માં અને 12 માં ધોરણની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓની પોતાની સ્કૂલમાં જ લેવાશે

દેશમાં કોરોનાકાળનાં કારણે શિક્ષણ જગતને પણ મોટી માર પડી રહી છે. સીબીએસઈ બોર્ડનાં પરીક્ષા પણ આ કારણોસર સમયસર નહોતા થઇ શક્યા હતા. જો કે હવે આ પરીક્ષાને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે સીબીએસઈ બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ વિશે એક મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યુ છે કે 10માં અને 12માંની કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની બાકી રહેલી પરીક્ષાઓ વિદ્યાર્થીઓની સ્કૂલોમાં જ આયોજિત કરવામાં આવશે. વળી, પરિણામ જુલાઈનાં અંતમાં ઘોષિત કરવામાં આવશે.

આ પહેલા આ પરીક્ષાઓ વિશે ગૃહ મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા હતા. જેમાં બધી સ્કૂલોને તેનુ પાલન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયનાં દિશા-નિર્દેશો અનુસાર પરીક્ષા કેન્દ્રમાં સોશિયલ ડિસ્ટંસિંગને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવશે. બધા માટે થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝરની વ્યવસ્થા થશે. આ ઉપરાંત કોઈ પણ કન્ટેનમેન્ટ ઝોનમાં પરીક્ષા કેન્દ્ર નહિ હોય. બધા માટે ફેસ માસ્ક પહેરવુ અનિવાર્ય રહેશે. છાત્રોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવા માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવી શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જણાવ્યુ કે, 10માં અને 12માંની બાકી રહેલી પરીક્ષાઓનાં આયોજન માટે લોકડાઉનનાં નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ, ‘છાત્રોનાં હિતોને ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટંસિંગ, માસ્ક જેવી શરતો સાથે 10માં અને 12માં બોર્ડની પરીક્ષાઓનાં આયોજન માટે લોકડાઉનનાં નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.