Not Set/ BJP નેતાઓએ જ ઉડાવી સોશિયલ ડિસ્ટેંસિંગની મજાક, કમલનાથે કહ્યુ- શું નિયમ માત્ર ગરમીબો માટે જ છે મોદીજી??

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીકનાં હોવાનું મનાતા પૂર્વ મંત્રી પ્રભુરામ ચૌધરીનાં સમર્થકો શનિવારે ભોપાલ કાર્યાલયમાં ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન, સામાજિક અંતરનાં નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ અને મધ્ય પ્રદેશનાં પૂર્વ સાંસદે ભાજપનાં કાર્યકરોનાં આ વલણ પર નેતાઓને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું છે કે, […]

India
88797d51acd93d43ee61ecd7d34ba935 BJP નેતાઓએ જ ઉડાવી સોશિયલ ડિસ્ટેંસિંગની મજાક, કમલનાથે કહ્યુ- શું નિયમ માત્ર ગરમીબો માટે જ છે મોદીજી??
88797d51acd93d43ee61ecd7d34ba935 BJP નેતાઓએ જ ઉડાવી સોશિયલ ડિસ્ટેંસિંગની મજાક, કમલનાથે કહ્યુ- શું નિયમ માત્ર ગરમીબો માટે જ છે મોદીજી??

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા પૂર્વ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાની નજીકનાં હોવાનું મનાતા પૂર્વ મંત્રી પ્રભુરામ ચૌધરીનાં સમર્થકો શનિવારે ભોપાલ કાર્યાલયમાં ભાજપ પાર્ટીમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન, સામાજિક અંતરનાં નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરવામાં આવ્યુ હતું.

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ અને મધ્ય પ્રદેશનાં પૂર્વ સાંસદે ભાજપનાં કાર્યકરોનાં આ વલણ પર નેતાઓને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું છે કે, શું લોકડાઉનનાં નિયમો ફક્ત ગરીબ અને સામાન્ય લોકો માટે જ છે, શું તે તમારી પાર્ટીને લાગુ પડતા નથી?

તેમણે આ અંગે ટ્વીટ કરીને લખ્યું છે કે, “શિવરાજ જી ગઈકાલે કોરોનાની સમીક્ષા દરમિયાન નિયમોનું પાલન કરવા રાજ્યનાં લોકોને સખત ચેતવણી આપી રહ્યા હતા. રાજ્યનાં સામાન્ય લોકો માટે આ લોકડાઉનમાં લગ્ન સમારોહ માટે નંબર નક્કી છે તમામ લોકો પણ નિયમોનું પાલન કરી રહ્યા છે, નિયમોનું ઉલ્લંઘન કરવા માટે પણ તુરંત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પછી, તેમણે બીજુ ટ્વિટ કરીને કહ્યું, “વળી તમારા બીજેપીનાં કાર્યાલયમાં આજે લોકડાઉનમાં તમારી અને અન્ય જવાબદાર ભાજપા નેતાઓની હાજરીમાં એક ભીડ સાથે કાર્યક્રમ આયોજીત થાય છે, નિયમોની ખુલેઆમ મજાક ઉડાવવામા આવે છે, સામાજિક અંતરનું બિલકુલ પાલન થતું નથી. આ પહેલા પણ ઘણી વાર આવુ બન્યું છે. આ પછી, કમલનાથે એક અન્ય ટ્વિટમાં પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, શું મોદીજીનાં લોકડાઉનનાં નિયમ માત્ર ગરીબ, સામાન્ય લોકો માટે જ છે, આ નિયમ તમારી પાર્ટીનાં નેતાઓને લાગુ પડતો નથી? શું તેના ગુનેગારો સામે સામાન્ય લોકોની જેમ કાર્યવાહી કરવામાં આવશે? “

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.