Not Set/ રાહુલ ગાંધીએ હાવર્ડ પ્રોફેસરને પુછ્યું- કોરોના વેક્સીન ક્યારે આવશે, જવાબ મળ્યો…

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય નિષ્ણાંતો સાથે કોરોના વાયરસની સ્થિતિ વિશે વાત કરી. ટ્વિટર દ્વારા રાહુલ ગાંધીએ બુધવારે હાવર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર આશિષ ઝા અને સ્વીડનનાં પ્રોફેસર જોહાન સાથે વાત કરી હતી. જેમા આરોગ્ય નિષ્ણાંતોએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે કોરોના વાયરસનો રોગચાળો જલ્દીથી આપણી સમક્ષથી દૂર થશે નહીં. આની અસર આવતા વર્ષ સુધી જોવા મળશે. […]

India
29d90c0461f3e4e8424061db27e3c217 2 રાહુલ ગાંધીએ હાવર્ડ પ્રોફેસરને પુછ્યું- કોરોના વેક્સીન ક્યારે આવશે, જવાબ મળ્યો...
29d90c0461f3e4e8424061db27e3c217 2 રાહુલ ગાંધીએ હાવર્ડ પ્રોફેસરને પુછ્યું- કોરોના વેક્સીન ક્યારે આવશે, જવાબ મળ્યો...

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ આરોગ્ય નિષ્ણાંતો સાથે કોરોના વાયરસની સ્થિતિ વિશે વાત કરી. ટ્વિટર દ્વારા રાહુલ ગાંધીએ બુધવારે હાવર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર આશિષ ઝા અને સ્વીડનનાં પ્રોફેસર જોહાન સાથે વાત કરી હતી. જેમા આરોગ્ય નિષ્ણાંતોએ રાહુલ ગાંધીને કહ્યું હતું કે કોરોના વાયરસનો રોગચાળો જલ્દીથી આપણી સમક્ષથી દૂર થશે નહીં. આની અસર આવતા વર્ષ સુધી જોવા મળશે.

રાહુલ ગાંધીએ પૂછ્યું કે લોકડાઉન પર શું વિચાર છે? તેનાથી મનોવિજ્ઞાન પર ફર્ક પડે છે, તે કેટલું મુશ્કેલ છે? પ્રોફેસર ઝા એ જણાવ્યું હતું કે લોકડાઉનનાં કારણે વાયરસની અસર ધીમી થઈ શકે છે. વાયરસને રોકવા માટે, તેના પીડિતોને સમાજથી અલગ થવું પડશે. આ માટે ટેસ્ટિંગ પણ જરૂરી છે. લોકડાઉન તમને તમારી ક્ષમતા વધારવાનો સમય આપે છે. કારણ કે લોકડાઉન અર્થવ્યવસ્થાનાં મોરચે એક મોટી ઈજા પહોંચાડી શકે છે. જો લોકડાઉનનો ઉપયોગ તેની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ન કરવામાં આવે તો, ત્યાં નોંધપાત્ર નુકસાન થશે.

રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, લોકડાઉનથી મજૂરોને ખૂબ અસર થઈ છે, કારણ કે મજૂરોને ખબર નથી હોતી કે તે ક્યારે ઠીક થશે અને તેમને ક્યારે કામ મળશે? આ અંગે પ્રોફેસર ઝા એ કહ્યું કે, એક-બે મહિનામાં કોરોના વાયરસ દૂર થવાનો નથી. આ 2021 માં પણ ચાલુ રહેશે. દૈનિક મજૂરોને મદદ કરવાની જરૂર છે, જેથી તેઓ વિશ્વાસ કરી શકે કે આવતી કાલ સારી રહેશે.

પ્રોફેસર ઝા એ કહ્યું કે, વારંવાર કહેવામાં આવી રહ્યુ છે કે, બીસીજીની વેક્સીન દ્વારા કોરોના વાયરસનો ઉપચાર થઈ શકે છે, પરંતુ તેમ કરવું જોખમી રહેશે. કારણ કે હજુ ઘણા પ્રકારનાં મંથન ચાલી રહ્યા છે અને થોડા સંશોધન પછી જ આ વિશે કહી શકાય. ગરમીનાં કારણે કોરોનાની અસર ખતમ થઇ જાય છે તેના પણ કોઇ તથ્યો સામે આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.