Not Set/ #JammuKashmir/ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃતિઓ વધી ગઇ છે. આઈઈડી કાર મળી આવ્યા બાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગનાં પોશકીરેરી ​​વિસ્તારમાં રવિવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આપને જણાવી દઇએ કે, સેનાએ આતંકવાદીઓ સામે મોર્ચો ખોલ્યો છે. આતંકીઓ વિરુદ્ધ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. આ […]

India
ecbbf51815305ad71d1afdb321a36269 #JammuKashmir/ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ
ecbbf51815305ad71d1afdb321a36269 #JammuKashmir/ અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ શરૂ

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃતિઓ વધી ગઇ છે. આઈઈડી કાર મળી આવ્યા બાદ સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરનાં અનંતનાગનાં પોશકીરેરી ​​વિસ્તારમાં રવિવારે સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

આપને જણાવી દઇએ કે, સેનાએ આતંકવાદીઓ સામે મોર્ચો ખોલ્યો છે. આતંકીઓ વિરુદ્ધ સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. આ દરમિયાન, જ્યારે અનંતનાગનાં પોશકીરેરી વિસ્તારમાં સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી, ત્યારે રવિવારે વહેલી સવારમાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ હતુ, ત્યારબાદ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું.

સેનાનાં જવાનોની ટીમ અને જમ્મુ-કાશ્મીર પોલીસ આ કાર્યવાહી કરી રહી છે. મળી રહેલી માહિતી મુજબ બન્ને તરફથી ફાયરિંગ ચાલુ રહ્યુ છે. સેનાને ગુપ્ત માહિતી હતી કે આ વિસ્તારમાં 1 થી 2 આતંકીઓ છુપાયેલા છે. આ પહેલા સર્ચ ઓપરેશન દરમિયાન સેનાએ કુલગામ જિલ્લાનાં ખુર ગામે બે આતંકીઓને ઠાર માર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.