Not Set/ કપિલ મિશ્રાએ અમેરિકામાં થઇ રહેલા પ્રદર્શન પર આપી સલાહ, કહ્યુ- જ્યારે ખોટા લોકો તમારા શહેરને…

અમરિકામાં તણાવની સ્થિતિ આજે પણ બની રહી છે. જ્યા અશ્વેત જ્યોર્જ ફ્લોયડનાં પોલીસ દ્વારા મોત બાદ સમગ્ર દેશમાં તેનો વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. પ્રદર્શનકારીઓ એ રોડ ઉપર ઉતરી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ કર્યો અને આગજની કરી હતી. જેના પર ભજપ નેતા કપિલ મિશ્રાએ એક ટ્વીટ કર્યુ છે, જેમા તે નાગરિકોને સલાહ આપી રહ્યા છે. આપને […]

India
910a002f295f0d928b08a3e6c0c3e531 કપિલ મિશ્રાએ અમેરિકામાં થઇ રહેલા પ્રદર્શન પર આપી સલાહ, કહ્યુ- જ્યારે ખોટા લોકો તમારા શહેરને...
910a002f295f0d928b08a3e6c0c3e531 કપિલ મિશ્રાએ અમેરિકામાં થઇ રહેલા પ્રદર્શન પર આપી સલાહ, કહ્યુ- જ્યારે ખોટા લોકો તમારા શહેરને...

અમરિકામાં તણાવની સ્થિતિ આજે પણ બની રહી છે. જ્યા અશ્વેત જ્યોર્જ ફ્લોયડનાં પોલીસ દ્વારા મોત બાદ સમગ્ર દેશમાં તેનો વિરોધ પ્રદર્શન શરૂ થયો હતો. પ્રદર્શનકારીઓ એ રોડ ઉપર ઉતરી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો વિરોધ કર્યો અને આગજની કરી હતી. જેના પર ભજપ નેતા કપિલ મિશ્રાએ એક ટ્વીટ કર્યુ છે, જેમા તે નાગરિકોને સલાહ આપી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, ભારતીય જનતા પાર્ટીનાં નેતા કપિલ મિશ્રાએ બ્લેક મેન જ્યોર્જ ફ્લોયડનાં મોત અંગે અમેરિકામાં કરવામાં આવેલા પ્રદર્શન અંગે ટ્વીટ કર્યું છે. પોલીસ બર્બરતાને કારણે સોમવારે ફ્લોઈડનાં મોત બાદ અમેરિકાનાં ઘણા શહેરોમાં સતત પ્રદર્શન થઈ રહ્યા છે. ઘણા શહેરોમાં પ્રદર્સન હવે રમખાણોમાં ફેરવાઇ ગયા છે. વળી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે કેટલીક હિંસક અથડામણ પણ થઈ છે. આવી સ્થિતિમાં ભાજપનાં નેતા કપિલ મિશ્રાએ આ રમખાણો અંગે ટ્વીટ કર્યું છે. ટ્વિટમાં તેઓ કહે છે કે જો ખોટા લોકો આવે અને શેરીઓમાં હંગામો કરે, આગ લગાવે, તો સાચા લોકોએ તેમની સામે ઉભા રહેવું પડશે અને તેમને નિશ્ચિતપણે કહેવું પડશે કે તેઓ કોઈને તેમ કરવા દેશે નહીં.

તેમણે ટ્વીટ કર્યું, “પ્રિય અમેરિકનો, જ્યારે ખોટા લોકો તમારા શેરીઓને હાઇજેક કરશે, તમારા શહેરને બાળી નાખશે અને પોલીસ પર હુમલો કરશે ત્યારે સારા લોકોએ ચુપ રહેવું જોઈએ નહીં. તેઓએ શેરીઓમાં આવવું જોઈએ અને આ લોકોની આંખોમાં જોવું જોઈએ અને ભારપૂર્વક બોલવું જોઈએ – અમે તમને અમારા શહેરને બાળી નાખવા દઇશું નહીં. હિંસા વિના, પરંતુ સંપૂર્ણ બળથી. તે કામ કરે છે. #USAonFire.

આપને જણાવી દઈએ કે, વર્ષની શરૂઆતમાં કપિલ મિશ્રા સીએએ-એનઆરસીને લઈને દિલ્હીમાં થયેલા તોફાનોમાં ઝપટમાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે તેઓ જ શહેરમાં રમખાણોને ઉશ્કેરતા હતા. મિશ્રા પર સીએએ વિરોધ પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો અને વિરોધીઓને બ્લોક રસ્તો ખોલવા પોલીસને અલ્ટીમેટમ આપવાનો આરોપ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.