Not Set/ દિલ્હી CM અરવિંદ કેજરીવાલે કરાવ્યો કોરોના ટેસ્ટ, આજે રાત્રે આવી શકે છે રિપોર્ટ

સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેઓની તબિયત બગડતા તેમણે પોતાને આઇસોલેટ કરી દીધા છે. ત્યારે તેમની હેલ્થને જોતા આજે તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર આ રિપોર્ટ આજે રાત્રે અથવા આવતી કાલે સવારે આવી શકે છે. આપને જણાવી દઇએ કે, રવિવારથી […]

India
6ea7ab1366adbaadc68ffd28a5a7711d દિલ્હી CM અરવિંદ કેજરીવાલે કરાવ્યો કોરોના ટેસ્ટ, આજે રાત્રે આવી શકે છે રિપોર્ટ
6ea7ab1366adbaadc68ffd28a5a7711d દિલ્હી CM અરવિંદ કેજરીવાલે કરાવ્યો કોરોના ટેસ્ટ, આજે રાત્રે આવી શકે છે રિપોર્ટ

સોમવારે દિલ્હીનાં મુખ્યમંત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેઓની તબિયત બગડતા તેમણે પોતાને આઇસોલેટ કરી દીધા છે. ત્યારે તેમની હેલ્થને જોતા આજે તેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર આ રિપોર્ટ આજે રાત્રે અથવા આવતી કાલે સવારે આવી શકે છે.

આપને જણાવી દઇએ કે, રવિવારથી સીએમ કેજરીવાલની તબિયત સારી નહોતી. તેમને હળવો તાવ અને ગળામાં દુખાવો થયો છે. આ કોરોના વાયરસનાં લક્ષણ કહેવામા આવે છે. જેના કારણે તેમણે પોતાને અલગ કરી દીધા છે. હાલમાં તેમની હાલત પહેલા કરતા સારી હોવાનું સામે આવી રહ્યુ છે. આ પહેલા રવિવારે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીનાં લોકોની સારવાર કરવામાં આવશે.

જોકે, બાદમાં સોમવારે રાજ્યપાલ અનિલ બૈજલે પોતાનો નિર્ણય આપ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘એલજી સાહેબનાં આદેશથી દિલ્હીની જનતા માટે એક મોટી સમસ્યા અને પડકાર ઉભો થયો છે. દેશભરમાંથી આવતા લોકોને કોરોના રોગચાળા દરમિયાન સારવાર આપવી એ એક મોટો પડકાર છે. કદાચ તે ભગવાનની ઇચ્છા છે કે આપણે સમગ્ર દેશની પ્રજાની સેવા કરીએ. અમે દરેક માટે સારવારની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.