Not Set/ અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રાનો કાર્યક્રમ કરાયો જાહેર

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈ કાર્યક્રમ જાહેર કરાયો છે. મંદિર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, સવારે 4 વાગે મંગળા આરતી થશે, જયારે 4.45 એ ભગવાનને વિશેષ ખીચડીનો ભોગ ધરાવશે. રથયાત્રાના દિવસે સવારે 5 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે અને 6 વાગે ગૃહમંત્રી અમિતશાહના હસ્તે ભગવાનની પહિંદવિધિ કરવામાં આવશે.. […]

Ahmedabad Gujarat
66b05e5f81e19605f503cc97b8cddd03 અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રાનો કાર્યક્રમ કરાયો જાહેર
66b05e5f81e19605f503cc97b8cddd03 અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રાનો કાર્યક્રમ કરાયો જાહેર

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈ કાર્યક્રમ જાહેર કરાયો છે. મંદિર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, સવારે 4 વાગે મંગળા આરતી થશે, જયારે 4.45 એ ભગવાનને વિશેષ ખીચડીનો ભોગ ધરાવશે.

રથયાત્રાના દિવસે સવારે 5 વાગે ભગવાનને રથમાં બિરાજમાન કરાશે અને 6 વાગે ગૃહમંત્રી અમિતશાહના હસ્તે ભગવાનની પહિંદવિધિ કરવામાં આવશે.. જો કે ગૃહમંત્રીની હાજરીને લઈ હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. અમિત શાહની સાથે પહિંદ વિધિમાં સીએમ પણ જોડાશે.

અષાઢી બીજે 7 વાગે ભગવાનના રથને મંદિરમાંજ પ્રદક્ષિણા ફેરવાશે  અને ત્યારબાદ 8 વાગ્યાથી 11-11 ભક્તોને મંદિરમાં દર્શન અર્થે પ્રવેશ અપાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.