Not Set/ લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ રાજુલા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનાં પંજાએ મારી બાજી

ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપનાં ભગવા બાદ હવે રાજુલા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતા ફરીવાર કોંગ્રેસનો પંજો બાજી મારી ગયો. પ્રમુખ તરીકે કાંતાબેન ધાખડા ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાખડાની વરણી થતા કોંગ્રેસનાં ધારાસભ્ય સહિત રાજુલા શહેરનાં વિકાસને પ્રાધાન્ય આપવાનો દાવો કર્યો હતો. અમરેલી જિલ્લામાં રાજુલા વિધાનસભા પર 2018 પહેલા ભાજપનો અહીં એક તરફી દબદબો જોવા મળતો […]

Gujarat Others
685080 congressflags970 લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ રાજુલા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનાં પંજાએ મારી બાજી

ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપનાં ભગવા બાદ હવે રાજુલા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતા ફરીવાર કોંગ્રેસનો પંજો બાજી મારી ગયો. પ્રમુખ તરીકે કાંતાબેન ધાખડા ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાખડાની વરણી થતા કોંગ્રેસનાં ધારાસભ્ય સહિત રાજુલા શહેરનાં વિકાસને પ્રાધાન્ય આપવાનો દાવો કર્યો હતો.

અમરેલી જિલ્લામાં રાજુલા વિધાનસભા પર 2018 પહેલા ભાજપનો અહીં એક તરફી દબદબો જોવા મળતો હતો. ત્યાર બાદ ગત વિધાનસભાની ચૂંટણી બાદ અહીંનાં રાજકીય સમીકરણો બદલાયા છે અહીં હાલ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટી સક્ષમ જોવા મળી રહી છે. વિધાનસભા બાદ સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસનાં પ્રમુખ તરીકે મીનાબેન વાઘેલા પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને ત્યાર બાદ અહીંનાં કેટલાક કોંગ્રેસનાં બળવાખોર સદસ્યોએ તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી મોરચો માંડી બળવાખોરો સત્તા પર બેસ્યા હતા અને કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોચ્યો હતો. એક વર્ષ સુધી આ પ્રકારનો રાજકીય નાટકી ઘટના ક્રમ ચાલ્યો અને ત્યાર બાદ કોંગ્રેસનાં બળવાખોર પ્રમુખ ઉપપ્રમુખએ અગમ્ય કારણો આગળ ધરી રાજીનામાં ધરી દીધા અને ગઈ કાલે 14 સદસ્યો બળવાખોર પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરી દેતા રાજકારણ ગરમાયુ અને આજે નગરપાલિકામાં બોર્ડ બેઠક મળી જેમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ જેમાં 13 કોંગ્રેસનાં સદસ્યો હાજર રહ્યા અને 1 બીજેપીનાં સદસ્ય ગેરહાજર વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી રાજુલા પ્રાંત અધિકારી કે.એસ ડાભીનાં અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ 14 સદસ્યો થયા સસ્પેન્ડ

શમીમબાનુ જાહીદભાઈ જીરૂકા, રજનીભાઇ બાબુભાઇ જાલંધરા, જરીનાબેન રસુલભાઈ દલ, ઈમ્તિયાઝભાઈ હાજીભાઇ સેલોત, રાહુલભાઈ બાબાભાઈ ધાખડા, બાઘુબેન બાલાભાઈ વાણીયા, લાભુબેન રાઘવભાઈ જીંજાળા, દિપેનભાઈ વલ્કુભાઈ ધાખડા, રંજનબેન બાલુભાઈ ચાવદગોર, પ્રદીપભાઈ શંભુભાઈ રંજોળીયાં, જલ્પાબેન રાજેશભાઈ જાંખરા, શાહીબેન સિરાજઅલી લાખાણી, હર્ષદભાઈ શામજીભાઈ વાઘ, છત્રજીતભાઈ રામકુભાઇ ધાખડા.

ગઈ કાલે કોંગ્રેસનાં 14 સદસ્ય સસ્પેન્ડ થયા હતા તો ભાજપ પાસે માત્ર 1 સદસ્ય છે કોંગ્રેસ પાસે 13 સદસ્ય હતા જેને લઇ ને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આજે પ્રમુખ તરીકે કાંતાબેન ધાખડા, ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાખડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કોંગ્રેસનાં તમામ સદસ્ય આ બોર્ડ બેઠકમાં હાજર રહ્યા હતા. આવતા દિવસોમાં રાજુલા શહેરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય સહિત નગરપાલિકાની ટીમ વિકાસનાં મુદ્દે પ્રાધાન્ય આપી શહેરનાં રોડ રસ્તા પાણી વીજળી જેવા પ્રશ્ને નગરપાલિકા કામ કરશે તેમ નગરપાલિકાનાં ઉપપ્રમુખએ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી.

રાજુલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ સ્થાનિક કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીશ ડેર નગરપાલિકાએ પહોચી કાર્યકરો અને નગરપાલિકા ટીમનું મોં મીઠા કરી સન્માન કરવા માટે પહોચી ગયા હતા. આવતા દિવસોમાં રાજુલા શહેરનાં વિકાસ માટે અમારી ટીમ કામ કરશે શહેરનાં વિકાસને પ્રાધાન્ય આપવામાં આવશે. અગાઉનાં દિવસોમાં બળવાખોર સદસ્યોને સરકારએ સસ્પેન્ડ કરી દીધા છે. આવતા દિવસોમાં નગરપાલિકા ટીમ રાજુલા શહેરનો વિકાસ કરશે તેવું ધારાસભ્ય પણ માની રહ્યા છે.

રાજુલા શહેરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અંબરીશ ડેર અને તેમની ટીમ દ્વારા નગરપાલિકા ફરીવાર કબ્જે કરી છે. સાથે સાથે ગઈ કાલે 14 સદસ્ય બળવાખોરને સસ્પેન્ડ કરી દેવાયા છે, ત્યારે આવતા દિવસોમાં 14 સદસ્યનાં મત વિસ્તારમાં રાજુલા શહેરમાં ફરીવાર ચૂંટણી યોજાશે અને ભાજપ સહિતનાં નેતાઓ આવતા દિવસોમાં નગરપાલિકા કબ્જે કરવા માટે દોડધામ કરશે અને કેટલાક રાજકીય પરિબળો કોના કેવા સાબિત થાય છે તે જોવાનું રહેશે.