Not Set/ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાતના હોડીંગ યથાવત

ગુજરાત, લોકસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમરેલીના ખાંભામાં આચારસંહિતા હજુ લાગુ થઈ નથી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાના હોડીગ યથાવત છે. ત્યારે મામલતદાર કચેરીથી માત્ર 200 ફૂટ દૂર લાગેલા હોડીગ્સ અધિકારીઓને દેખાતા નથી. જૂની પોલીસ સ્ટેશનની નજીક જ આ હોડીગ્સ મારવામાં આવ્યા છે. શુ આ હોડીગ્સ ચૂંટણી પંચની આચારસંહિતા […]

Top Stories Gujarat Others
mantavya 232 લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાતના હોડીંગ યથાવત

ગુજરાત,

લોકસભા ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમરેલીના ખાંભામાં આચારસંહિતા હજુ લાગુ થઈ નથી. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ જાહેરાના હોડીગ યથાવત છે.

mantavya 233 લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાતના હોડીંગ યથાવત

ત્યારે મામલતદાર કચેરીથી માત્ર 200 ફૂટ દૂર લાગેલા હોડીગ્સ અધિકારીઓને દેખાતા નથી. જૂની પોલીસ સ્ટેશનની નજીક જ આ હોડીગ્સ મારવામાં આવ્યા છે. શુ આ હોડીગ્સ ચૂંટણી પંચની આચારસંહિતા માં નહીં આવતું હોય કે કેમ?.

તો આ તરફ રાજકોટમાં પણ આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે. આચારસંહિતા લાગી ગઇ હોવા છતાં પણ ભાજપના મેયરના બંગલે ભાજપનો ધ્વજ ફરકતો જોવા મળી રહ્યો છે. મેયરનો બંગ્લો રાજકોટ કોર્પોરેનની માલિકીની હોવા છતાં પણ અહીંયા ભાજપનો ધ્વજ ફરકી રહ્યો છે.

mantavya 234 લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાતના હોડીંગ યથાવત

બનાસકાંઠાના થરાદમાં આચારસંહિતાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. આચારસંહિતા લાગુ કરવામાં આવી હોવા છતા જાહેર રસ્તાઓ તેમજ સરકારી કચેરી આગળ હજુ સુધી પોસ્ટર લાગેલા જોવા મળી રહ્યા છે.

mantavya 235 લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાતના હોડીંગ યથાવત

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે ચૂંટણીપંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. તેમજ ગઇકાલથી જ આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. તેમ છતા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના પગલા લેવાયા નથી. આખરે આ બેધ્યાન તંત્ર ક્યારે જાગશે ?.