Not Set/ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને એકવાર ફરી કર્યો સવાલ, શું ભારતીય જમીન પર ચીને કર્યો છે કબ્જો?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન અથડામણને લઇને સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને સરકારને સવાલો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે કે શું ચીને ભારતની ધરતી પર કબજો કર્યો છે. મંગળવારે પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમે ચીની આક્રમણ વિરુદ્ધ એક સાથે ઉભા છીએ. શું […]

India
086693233a25dc493a764c0148f47e07 1 રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને એકવાર ફરી કર્યો સવાલ, શું ભારતીય જમીન પર ચીને કર્યો છે કબ્જો?

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત-ચીન અથડામણને લઇને સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે અને સરકારને સવાલો પૂછી રહ્યા છે. રાહુલ ગાંધીએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યો છે કે શું ચીને ભારતની ધરતી પર કબજો કર્યો છે. મંગળવારે પોતાના ટ્વિટમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, “અમે ચીની આક્રમણ વિરુદ્ધ એક સાથે ઉભા છીએ. શું ચીને ભારતીય ભૂમિ પર કબજો કર્યો છે?” રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક તસવીર શેર કરી છે.

તાજેતરમાં જ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં સેટેલાઇટ તસવીરથી દાવો કરવામાં આવ્યો હતો કે પૈનગોંગ તળાવ પાસે ભારતની જમીન પર ચીને કબજો કર્યો છે. રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું છે- “વડા પ્રધાને કહ્યું – ન કોઇએ દેશમાં પ્રવેશ કર્યો છે અને ન કોઇએ આપણી જમીન પર કબ્જો કર્યો છે, પરંતુ સેટેલાઇટ ફોટા સ્પષ્ટ રીતે બતાવે છે કે પૈનગોંગ તળાવ પાસે ચીને ભારત માતાની પવિત્ર ભૂમિ પર કબજો કરી લીધો છે.”

આપને જણાવી દઇએ કે, 19 જૂને મળેલી સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘લદ્દાખમાં ભારતીય સરહદમાં ન તો કોઈ પ્રવેશ થયો છે અને ન તો આપણી પોસ્ટ પર કોઇ અન્યે કબ્જો કર્યો છે. પીએમ મોદીનાં આ નિવેદન અંગે વિપક્ષ આક્રમક છે. જે બાદ વડા પ્રધાન કાર્યાલયે આ અંગે સ્પષ્ટતા કરવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.