Not Set/ બોમ્બે હાઈકોર્ટે રિપબ્લિક ટીવીનાં એન્કર અર્નબ ગોસ્વામીને આપી મોટી રાહત

રિપબ્લિક ટીવીનાં સંપાદક અર્ણબ ગોસ્વામીને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે રિપબ્લિક ટીવીનાં મુખ્ય એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામી સામે દાખલ બે એફઆઈઆરને સ્થગિત કરી દીધી છે. પાલઘરમાં હત્યાનાં મામલે અને લોકડાઉન વચ્ચેનાં સંબંધમાં બાંદ્રા રેલ્વે સ્ટેશનની બહારનાં પરપ્રાંતિય શ્રમિકોનાં ટોળા ભેગા થવાના સંબંધે કથિત ઉકસાવવા અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે એફઆઈઆર […]

India
1522a65d7fa250372baa0be1e1df22d7 1 બોમ્બે હાઈકોર્ટે રિપબ્લિક ટીવીનાં એન્કર અર્નબ ગોસ્વામીને આપી મોટી રાહત

રિપબ્લિક ટીવીનાં સંપાદક અર્ણબ ગોસ્વામીને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે રિપબ્લિક ટીવીનાં મુખ્ય એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામી સામે દાખલ બે એફઆઈઆરને સ્થગિત કરી દીધી છે. પાલઘરમાં હત્યાનાં મામલે અને લોકડાઉન વચ્ચેનાં સંબંધમાં બાંદ્રા રેલ્વે સ્ટેશનની બહારનાં પરપ્રાંતિય શ્રમિકોનાં ટોળા ભેગા થવાના સંબંધે કથિત ઉકસાવવા અને ઉશ્કેરણીજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

ન્યાયાધીશ ઉજ્જલ ભુયાં અને ન્યાયાધીશ રિયાઝ ચાગલાની એક ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, પ્રથમિક રીતે ગોસ્વામી સામે કોઈ ગુનો બનતો નથી અને તેમનો સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાનો કે હિંસા ભડકાવવાનો ઇરાદો નહતો. ગોસ્વામી વતી કરેલી અરજી સ્વીકારતાં કોર્ટે અરજીને અંતિમ સુનાવણી અને નિકાલ સુધી પોલીસને બળપૂર્વક કોઈ પગલાં ન લેવાનો આદેશ આપ્યો હતો.