Not Set/ ચીન સાથે વેપાર નીતિઓ જાહેર કરે સરકાર, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ અરજી

લદ્દાખમાં એલએસી પર છેલ્લા બે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં ભારત સરકારને ચીન સાથે વેપાર નીતિઓ જાહેર કરવા સૂચના આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે, અરજીમાં મહારાષ્ટ્ર અને ચાઇનીઝ કંપની વચ્ચે થયેલા […]

India
dbec369a36db34a9834f256838f14b32 1 ચીન સાથે વેપાર નીતિઓ જાહેર કરે સરકાર, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ અરજી

લદ્દાખમાં એલએસી પર છેલ્લા બે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે સોમવારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં ભારત સરકારને ચીન સાથે વેપાર નીતિઓ જાહેર કરવા સૂચના આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે, અરજીમાં મહારાષ્ટ્ર અને ચાઇનીઝ કંપની વચ્ચે થયેલા કરારને પણ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, 15-16 જૂનની રાત્રે, ગાલવાન ખીણમાં એક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ત્યારબાદથી, બાયકોટ ચીન સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન બીએસએનએલ, રેલ્વે સહિતની તમામ સરકારી સંસ્થાઓએ ચીની કંપનીઓને અપાયેલા ટેન્ડર રદ્દ કર્યા હતા. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારને ચીન સાથેની વેપાર નીતિ અંગે સમજાવવા જણાવવામાં આવ્યુ છે.