Not Set/ આજે સવારે 11 વાગ્યે મધ્ય પ્રદેશ કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને મળી શકે છે તક

મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું પહેલું પ્રધાનમંડળ 2 જુલાઈને ગુરુવારે એટલે કે આજે વિસ્તરણ થવા જઈ રહ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, પ્રભારી રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુરુવારે સવારે 11 વાગ્યે અહીં રાજભવન ખાતે નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે શિવરાજસિંહ ચૌહાણનાં મંત્રીમંડળમાં ઘણા દિગ્ગજોને કેબિનેટની બહાર રાખી શકાય છે અને નવા ચહેરાઓને તક આપી […]

India
74491140c4a1ac9ee09231a50cea16e1 1 આજે સવારે 11 વાગ્યે મધ્ય પ્રદેશ કેબિનેટનું વિસ્તરણ, નવા ચહેરાઓને મળી શકે છે તક

મધ્યપ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું પહેલું પ્રધાનમંડળ 2 જુલાઈને ગુરુવારે એટલે કે આજે વિસ્તરણ થવા જઈ રહ્યો છે. સત્તાવાર માહિતી અનુસાર, પ્રભારી રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુરુવારે સવારે 11 વાગ્યે અહીં રાજભવન ખાતે નવા મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે શિવરાજસિંહ ચૌહાણનાં મંત્રીમંડળમાં ઘણા દિગ્ગજોને કેબિનેટની બહાર રાખી શકાય છે અને નવા ચહેરાઓને તક આપી શકાય છે. હવે થોડા સમય બાદ શિવરાજ કેબિનેટનું વિસ્તાર કરવામાં આવશે. આ વિસ્તરણમાં ભાજપનાં 16 ધારાસભ્યોને સમાવી શકાય છે, જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા શિબિરનાં 9 અને કોંગ્રેસનાં ભાજપનાં 3 ચહેરાઓનો જગ્યા મળી શકે છે.

આપને જણાવી દઇ કે, સિંધિયા સમર્થક છ મંત્રીઓ સહિત 22 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 22 ધારાસભ્યોનાં રાજીનામા બાદ કમલનાથે 20 માર્ચે રાજીનામું આપવું પડ્યું હતું અને 15 મહિનાની કોંગ્રેસની સરકાર પડી હતી. 23 માર્ચે શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત રાજ્યનાં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતા.

આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ રોગચાળો અને લોકડાઉન વચ્ચે, તેમણે 29 દિવસ સુધી એકલા સરકાર ચલાવી હતી. 28 દિવસ પછી, 21 એપ્રિલે 5 મંત્રીઓવાળી મિનિ-કેબિનેટે શપથ લીધા, જેમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રુપનાં બે મંત્રી તુલસી સિલાવટ અને ગોવિંદસિંહ રાજપૂત શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.