Not Set/ અમદાવાદ/ BJP કોર્પોરેટર અમિત શાહનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ, નાગરિકોને આપ્યા…

અમદાવાદ શહેરના વાસણાના ભાજપના કોર્પોરેટર અમિત શાહ અને તેના દિકરાની દાદાગીરીનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. કોર્પોરેટર જનતાની સેવા માટે હોય છે તેમના પર રોફ જમાવવા કે દાદાગીરી કરવા માટે નહીં. જણાવી દઇએ, પેટ્રોલ-ડીઝલ અને વીજળીના તોતિંગ બીલને લઇ કેટલાક સ્થાનિકો રજૂઆત કરવા આવ્યા હતા તો અમિત શાહ ઉશ્કેરાઇ ગયા અને ઉડાઉ જવાબ આપીને રજૂઆત […]

Ahmedabad Gujarat
4caf040e28e99d4a4cee719bb5896be2 અમદાવાદ/ BJP કોર્પોરેટર અમિત શાહનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ, નાગરિકોને આપ્યા...
4caf040e28e99d4a4cee719bb5896be2 અમદાવાદ/ BJP કોર્પોરેટર અમિત શાહનો દાદાગીરી કરતો વિડીયો વાયરલ, નાગરિકોને આપ્યા...

અમદાવાદ શહેરના વાસણાના ભાજપના કોર્પોરેટર અમિત શાહ અને તેના દિકરાની દાદાગીરીનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. કોર્પોરેટર જનતાની સેવા માટે હોય છે તેમના પર રોફ જમાવવા કે દાદાગીરી કરવા માટે નહીં.

જણાવી દઇએ, પેટ્રોલ-ડીઝલ અને વીજળીના તોતિંગ બીલને લઇ કેટલાક સ્થાનિકો રજૂઆત કરવા આવ્યા હતા તો અમિત શાહ ઉશ્કેરાઇ ગયા અને ઉડાઉ જવાબ આપીને રજૂઆત કરવા આવેલા નાગરિકોને ઘરની બહાર ધકેલી કાઢ્યા હતા. કોર્પોરેટરની સાથે સાથે તેમના દિકરો પણ દાદાગીરી કરતો નજરે પડ્યો હતો.

કોર્પોરેટર અમિત શાહ અને તેના દિકરાની દાદાગીરીને પગલે ચકચાર મચી ગઈ હતી. વિજ બીલને લઇ રજૂઆત કરતા નાગરીકને ઉડાઉ જવાબ આપ્યો હતો એટલું જ નહીં પરંતુ તેમના પુત્ર અને તેમણે ભેગા મળીને નાગરિકને બહાર ધકેલી ઉદ્ધાતાઇ ભર્યુ વર્તન આચર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.