Not Set/ CAB/ આસામમાં પ્રદર્શન બન્યુ હિંસક, પ્રદર્શનકર્તાઓએ રેલ્વે સ્ટેશનમાં લગાવી આગ

નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આસામ સહિત પૂર્વોત્તરનાં ઘણા રાજ્યોમાં ભારે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. આસામમાં ગુવાહાટી, ડિબ્રુગઢ અને જોરહાટમાં પ્રદર્શન ઉગ્ર બન્યુ છે. અહીં બિલનો વિરોધ કરવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. આસામમાં, નાગરિકતા સુધારણા બિલનાં વિરોધમાં પ્રદર્શનકર્તાઓએ છાબુઆ અને પનીટોલા રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરી […]

Top Stories India
assam 1576092779 CAB/ આસામમાં પ્રદર્શન બન્યુ હિંસક, પ્રદર્શનકર્તાઓએ રેલ્વે સ્ટેશનમાં લગાવી આગ

નાગરિકતા સુધારણા બિલ વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. આસામ સહિત પૂર્વોત્તરનાં ઘણા રાજ્યોમાં ભારે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. આસામમાં ગુવાહાટી, ડિબ્રુગઢ અને જોરહાટમાં પ્રદર્શન ઉગ્ર બન્યુ છે. અહીં બિલનો વિરોધ કરવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. આસામમાં, નાગરિકતા સુધારણા બિલનાં વિરોધમાં પ્રદર્શનકર્તાઓએ છાબુઆ અને પનીટોલા રેલ્વે સ્ટેશનો પર તોડફોડ કરી હતી અને જાહેર અને ખાનગી મિલકતોને આગ ચાંપી હતી.

પ્રદર્શનકર્તાઓએ અગાઉ તિનસુકિયા જિલ્લાનાં પાનીટોલા રેલ્વે સ્ટેશન પર તોડફોડ કરી હતી. આ ઉપરાંત ડિબ્રુગઢ જિલ્લાનાં છાબુઆ રેલ્વે સ્ટેશનને પણ પ્રદર્શનકર્તાઓએ આગ ચાંપી દીધી છે. ડિબ્રુગઢ અને તિનસુકિયા રેલ્વે સ્ટેશનોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નાગરિકતા સુધારણા બિલને કારણે રાજ્યમાં ચાલી રહેલા વિરોધને કારણે કોલકાતાથી ગોવાહાટીની ફ્લાઇટને પણ અસર થઈ હતી. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

તિનસુકિયાનાં અધિકારીઓ પાસેથી પ્રાપ્ત અહેવાલો અનુસાર, જિલ્લામાં સૈન્ય તૈનાત કરવામાં આવ્યું છે અને તેઓ ફ્લેગ માર્ચ કરી રહ્યા છે. આ અગાઉ સંરક્ષણ પ્રવક્તાએ શિલાંગમાં કહ્યું હતું કે ત્રિપુરામાં સૈન્યની બે ટુકડીઓ ગોઠવવામાં આવી છે. ગઇ કાલે મોડી સાંજે સામે આવેલી સ્પષ્ટતામાં જણાવાયું છે કે, આસામ રાઇફલ્સનાં જવાનોને ત્રિપુરામાં સેવા માટે ગોઠવી દેવામાં આવ્યા છે. આ દરમિયાન આ ખરડાને સંસદે આજે રાત્રે પસાર કર્યો હતો. સોમવારે મોડી રાત્રે લોકસભામાં તે પસાર થયા બાદ ગઇ કાલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.