Not Set/ કેલિફોર્નિયા ભીષણ આગ : મૃતક આંકડો ૪૪ ને પાર, ૬૫૦૦ ઘર આગમાં ભસ્મીભૂત

અમેરિકામાં કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભીષણ આગ લાગી છે. આ આગમાં મરનારની સંખ્યા ૨૩ થી વધીને ૪૪ થઇ ગઈ છે. બચાવકર્તાને  સોમવારે ૧૪ લોકોના શબ મળી આવ્યા છે. સ્થાનિક સુત્રો દ્વારા આ જાણકારી મળી છે. શેરીફ કોરી હોનીયાએ જણાવ્યું હતું કે આજે બીજા ૧૪ શબ મળી આવ્યા છે જેને લઈને મૃતકોની સંખ્યા વધીને ૪૪ થઇ ગઈ […]

Top Stories World Trending
California Fires5 1 કેલિફોર્નિયા ભીષણ આગ : મૃતક આંકડો ૪૪ ને પાર, ૬૫૦૦ ઘર આગમાં ભસ્મીભૂત

અમેરિકામાં કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભીષણ આગ લાગી છે. આ આગમાં મરનારની સંખ્યા ૨૩ થી વધીને ૪૪ થઇ ગઈ છે.

બચાવકર્તાને  સોમવારે ૧૪ લોકોના શબ મળી આવ્યા છે. સ્થાનિક સુત્રો દ્વારા આ જાણકારી મળી છે. શેરીફ કોરી હોનીયાએ જણાવ્યું હતું કે આજે બીજા ૧૪ શબ મળી આવ્યા છે જેને લઈને મૃતકોની સંખ્યા વધીને ૪૪ થઇ ગઈ છે.

US California’s Wildfires Death Toll at 23 people

૬૫૦૦ ઘર બળીને ખાખ

આ ભીષણ આગે સમૂચે પેરેડાઇઝ શહેરને પોતાની ઝપેટમાં લઇ લીધું હતું. કેલિફોર્નિયાના અગ્નિશામક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આજ્ઞા લીધે આશરે ૬૫૦૦થી પણ વધુ ઘર આગમાં બળીને ખાખ થઇ ગયા છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઉત્તર કેલિફોર્નિયામાં ભીષણ આગના લીધે શહેરના ૮૦ થી ૯૦ ટકા ઘરને નુકશાન પહોચ્યું છે. જયારે ૨૦ ટકા ઘર જ વ્યવસ્થિત રહ્યા છે.

તમને  જણાવી દઈએ કે US (અમેરિકા)ના કેલિફોર્નિયામાં ઈતિહાસની સૌથી ભયાનક આગ લાગી છે. આ દુર્ઘટનામાં શનિવારના રોજ ૧૪ લોકોના મોત નિપજ્યા હતા. પરંતુ ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેમાં મૃત્યુઆંક વધી ગયો હતો. રવિવારના રોજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોનો આંક વધીને ૨૩ સુધી પહોંચી ગયો છે. આ ઘટના અંગેની જાણકારી સ્થાનિક નાગરિકો દ્વારા આપવામાં આવી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ આ મામલે ટ્વીટ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી હતી. આ આગ ફેલાવવાના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોની ઉપર આગના કારણે ખતરો વધતો જઈ રહ્યો હતો.

આ આગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પોતાના બાળકો અને પાલતૂ પશુઓને લઈને પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરવખરી સાથેના મકાન છોડીને ભાગવા માટે મજબૂર થઈ રહ્યા હતા. આ ભીષણ આગના કારણે એક આખું શહેર ખાલી થઈ ગયું હતું.

આ ભીષણ આગની ચપેટમાં આવીને આસપાસના વિસ્તારોના હજારો ઘર બળીને ખાખ થઈ ગયા છે. સાન ફ્રાન્સિસ્કોથી આશરે ૨૯૦ કિલોમીટર દૂર આવેલા લગભગ ૨૭,૦૦૦ લોકોની વસતી ધરાવતા શહેર પેરાડાઈઝમાં રહેતા બધાં જ નાગરીકોને તંત્ર દ્વારા શહેરની બહાર જતાં રહેવા માટેનો આદેશ આપી દેવામાં આવ્યો હતો.