Not Set/ પ્રેમીયુગલને સમાધાન માટે બોલાવી, પત્નીનું કર્યું અપહરણ – પતિને ફટકારી લાકડીઓ

દેશ બદલ રહા હે નાં મોટા મોટા નારાથી કાંઇ દેશ બદલી જશે નહીં, દેશને બદલવા કે બદલાવવા માટે પહેલ માનસીકતા બદલાવવી પડશે. આજે પણ દેશનાં મોટાભાગમાં પ્રેમ લગ્નનાં વિરોધમાં અનેક બદીઓ પ્રવર્તમાન છે, ક્યાંક ઓનર કિલીંગ થાય છે, તો ક્યાંક યુગલને અલગ કરી દેવામાં આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ જેવા ગુજરાતનાં મેટ્રો સીટીમાં […]

Ahmedabad Top Stories Gujarat
wife kidneep પ્રેમીયુગલને સમાધાન માટે બોલાવી, પત્નીનું કર્યું અપહરણ - પતિને ફટકારી લાકડીઓ

દેશ બદલ રહા હે નાં મોટા મોટા નારાથી કાંઇ દેશ બદલી જશે નહીં, દેશને બદલવા કે બદલાવવા માટે પહેલ માનસીકતા બદલાવવી પડશે. આજે પણ દેશનાં મોટાભાગમાં પ્રેમ લગ્નનાં વિરોધમાં અનેક બદીઓ પ્રવર્તમાન છે, ક્યાંક ઓનર કિલીંગ થાય છે, તો ક્યાંક યુગલને અલગ કરી દેવામાં આવે છે. આવો જ એક કિસ્સો અમદાવાદ જેવા ગુજરાતનાં મેટ્રો સીટીમાં પણ સામે આવ્યો છે અને આ પણ અહિસા પરમો ધર્મ કહેવાવાળા જૈન પરીવારનો.

વાત જાણે એમ છે કે, અમદાવાદના નવરંગપુરામાં આવેલા જૈન દેરાસરમાં મારામારીની એક ઘટના સામે આવી છે. નવરંગપુરા ખાતે આવેલા જૈન દેરાસરમાં પ્રેમીયુગલ પર તેનાજ એટલે કે છોકરીનાં પરિવારે હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી. લગ્નેતર પ્રેમી યુવકને લાકડી વડે ફટકાર્યો એટલુ તો ઠીક છે, પરંતુ છોકરીનાં પરિવાર દ્વારા લગ્નેતર દિકરીનું અપહરણ પણ કરવામાં આવ્યું. પ્રેમીયુગલ દ્વારા આ મમાલે છોકરીનાં પરિવાર પર મોટો આરોપ મૂકવામાં આવતા સમગ્ર ઘટના બહાર આવી છે. આ ઘટનાનાં CCTV ફૂટે જ પણ સામે આવ્યા છે, જેમાં પ્રાથમિક દષ્ટ્રીએ પરણીત પ્રેમીયુગલનાં આરોપો પુષ્ટ થાય છે.

પરણીત પ્રેમીયુગલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સોલાનાં મહાલયા બંગલોમાં રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા ભાવિન શાહ નામના યુવકે તેમની જ સોસાયટીમાં રહેતી પલક દેસાઇ નામની યુવતી સાથે 2016માં પ્રેમલગ્ન કર્યા હતા. પોતાનાં લગ્ન જીવનમાં વ્યસ્ત અને મસ્ત આ યુગલ ત્રણ દિવસ પહેલા રાજકોટ ગયું હતું. અને ગઇકાલે બંન્ને પરત આવ્યા હતા.

દરમ્યાન ભાવિનનાં પિતાને પલકનાં માતા-પિતા પ્રેમલગ્ન બાબતે સમાધાન કરવા માંગે છે તેવું જણાવી અને 4 વાગ્યે નવરંગપુરા બસ સ્ટેશન પાસે આવેલા જૈન દેરાસરમાં બંન્ને પરિવારજનો ભેગા થવુ તેવી વાત મુકવામાં આવી હતી.યવક- યુવતીનાં બનેં પરિવારજનો આવ્યા હતા.

દેરાસરની ટ્રસ્ટની ઓફિસમાં જ પતિ પત્ની અને તેમના પરિવારજનો હાજર હતા. ત્યારે યુવતીના પરિવારજનો અને તેના ભાઇઓ હાથમાં લાકડી અને હોક્કીસ્ટીક સાથે આવ્યા હતા અને બળજબરી પૂર્વક યુવતીને ગાડીમાં બેસાડી લઇ ગયા હતા. અને યુવક, અને તેના માતા-પિતા અને તેના પિતરાઇ ભાઇ સાથે મારામારી કરી હતી. હુમલામાં ત્રણને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, આ ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હોવાથી આ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અને પોલીસ અને કાયદો તો હમેંશની જેમ પોતાનું કામ કરશે જ. પરંતુ માનસીકતાનું શું તે સવાલ છે, લગ્નનાં આટલા વર્ષે પણ કહેવાતી પોતાની જ દિકરી અને જમાઇની સાથે આ વ્યાવહાર શું દેશ બદલવાનો અણસાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.