Not Set/ શુું ખરેખર કોરોનાનાં કારણે આંખોમાં થઇ શકે છે સમસ્યા? એક્સપર્ટનાં મતે…

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. કોરોનાને લઇને રોજ અવ-નવા સમાચારો સાંભળવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવી વાત જાણવા મળી છે જે જાણી આપ ચોંકી જશો

Top Stories India
ipl2020 56 શુું ખરેખર કોરોનાનાં કારણે આંખોમાં થઇ શકે છે સમસ્યા? એક્સપર્ટનાં મતે...

કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. કોરોનાને લઇને રોજ અવ-નવા સમાચારો સાંભળવા મળતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવી વાત જાણવા મળી છે જે જાણી આપ ચોંકી જશો. આપ જાણો જ છો કે કોરોના વાયરસની સૌથી વધુ અસર ફેફસાઓ પર થાય છે. જો કે ઘણા એવા કોરાના વાયરસથી સંક્રમિત લોકો પણ છે કે જેમને આંખોથી સંબંધી સમસ્યાઓ થઇ રહી છે.

કોરોના વાયરસનાં લક્ષણો સામે આવવામાં સામાન્ય રીતે 2 થી 14 દિવસનો સમય લાગી શકે છે. ત્યારે આ દરમિયાન ઘણા લોકોને ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ પડતી તમે સાંભળી જ હશે પરંતુ ઘણા એવા લોકો પણ છે કે જેમને આંખોથી સંબંધી સમસ્યાઓ થઇ રહી છે. ત્યારે એવામાં સવાલ એ ઊભો થાય છે કે, શું કોરોના વાયરસની અસર આંખો પર પણ પડે છે? નવી દિલ્હીમાં સ્થિત આરએમએલ હોસ્પિટલના ડૉક્ટર એ. કે, વાર્ષ્ણયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ મુખ્યરીતે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે અને મોટાભાગનાં કેસ માઈલ્ડ હોય છે. વાયરસ સૌથી વધુ ફેફસાઓને પ્રભાવિત કરે છે. પરંતુ કેટલાક એવા કેસો પણ સામે આવી રહ્યા છે, જેમાં નર્વસ સિસ્ટમને પણ કોરોના વાયરસ પ્રભાવિત કરી રહ્યો છે, જે મસ્તિષ્કમાં ઓક્સિજનની અછત અથવા ક્લોટિંગને કારણે થાય છે. જેના કારણે આંખમાં કંજક્ટિવાઈટિસ થઈ શકે છે. જેનાથી આંખોની કીકીમાં ધૂંધળાપણું આવી જાય છે. આ સાથે જ સાંભળવામાં પણ મુશ્કેલી જેવી તકલીફ થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, એવા કેસ ખૂબ જ ઓછાં સામે આવી રહ્યા છે.

કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓને યોગ્ય શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ કારણે થાકનો અનુભવ થાય છે. તેવામાં પોતાની ઈમ્યૂનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવા માટે વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, ઓક્સિજન લેવલ પર પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કિંગ જ્યોર્જ ચિકિત્સા યુનિવર્સિટીનાં રેસ્પિરેટરી મેડિસિન વિભાગનાં અધ્યક્ષ તેમજ કોરોના ટાસ્ક ફોર્સનાં સભ્ય ડૉ. સૂર્યકાંતે જણાવ્યું કે, હોમ આઈસોલેશનમાં રહેનારા લોકોએ સમય-સમય પર પોતાના શરીરમાં ઓક્સિજનના લેવલની તપાસ કરતા રહેવું જોઈએ. તેના પર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને ઓક્સિજન લેવલ 90ની નીચે જતા જ તાત્કાલિક ધોરણે હોસ્પિલમાં વધુ સારવાર માટે દાખલ થઈ જવું હિતાવહ છે.