જામીન/ લાખોની નશાની ગોળીઓ સાથે પકડાયેલા આરોપીના જામીન રદ્દ

વિશ્વના લાસ વેગાસ અને લોસ એન્જલ્સ જેવા દેશોમાં ચાલતી નશાખોરીની જેમ અમાદવાદને પણ તે જ માર્ગ ઉપર લઇ જવાની કોશિશો વધતી જઈ  રહી છે

Ahmedabad Gujarat
નલિયા 14 લાખોની નશાની ગોળીઓ સાથે પકડાયેલા આરોપીના જામીન રદ્દ

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ….

વિશ્વના લાસ વેગાસ અને લોસ એન્જલ્સ જેવા દેશોમાં ચાલતી નશાખોરીની જેમ અમાદવાદને પણ તે જ માર્ગ ઉપર લઇ જવાની કોશિશો વધતી જઈ  રહી છે. અમદાવાદને નશાખોરી વાળી  નગરી બનાવા  માટે ડ્રગ્સ માફિયાઓ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ, શહેરની પોલીસ આવા ઈસમોના ખરાબ વિચારો અને કાર્યોને નિષ્ફળ બનાવી રહી છે.

અગાઉ શહેરમાંથી પાંચ કરોડનો ડ્રગ્સનો જથ્થો ગુજરાત એટીએસે ઝડપી પાડ્યો હતો. તેની પહેલા ચાંગોદર પોલીસે બાતમીના આધારે 33 લાખની નશાની સામગ્રી પકડી પાડી હતી. આરોપી ભરત  ચૌધરીની ધરપકડ કરીને તેની પાસેની ઍક્સેસ ટુ વ્હીલરની ડેકી ચેક કરતા તેમાંથી 136 નંગ નશાની ગોળીઓ તેમજ 358 નંગ કપ સિરપની બોટલો મળી આવી હતી. આટલી મોટી સંખ્યામાં કપ સિરપની બોટલો અને નશાની ગોળીઓ મળી આવતા પોલીસ પણ ખુદ ચોંકી ઉઠી હતી.

પોલીસે ભરત ચૌધરીની ધરપકડ કરીને તેને જેલ ભેગા કર્યો હતો. ભરત ચૌધરીએ NDPS ના ગુનામાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે મામલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા કોર્ટે મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદી અને બચાવ પક્ષના વકીલ એચ.એસ. કંસારાની દલીલો સાંભળીને ગ્રામ્ય સેશન્સ જજ એચ.આર.શાહે આરોપી ભરત ચૌધરીની રેગ્યુલર જામીન અરજીને ફગાવી દીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…