Not Set/ બિન સચિવાલય વિવાદ/ પરીક્ષામાં કથિત ગેરરીતિ મુદ્દે ઉમેદવારો ચોથા દિવસે પણ પોતાની માંગણી પર અડગ

બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતિ મુદ્દે ઉમેદવારોના આંદોલનનો આજે ચોથો દિવસ છે. પોતાની માંગ પર અડગ ઉમેદવારોનું આંદોલન ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે.  ઉમેદવારો પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે મક્કમ થઈને આંદોલન કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે,  બિન સચિવાલયની પરીક્ષામાં કથિત ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ઉમેદવારોએ સરકાર સમક્ષ બાંયો ચઢાવી છે […]

Top Stories Gujarat Others
gnr બિન સચિવાલય વિવાદ/ પરીક્ષામાં કથિત ગેરરીતિ મુદ્દે ઉમેદવારો ચોથા દિવસે પણ પોતાની માંગણી પર અડગ

બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતિ મુદ્દે ઉમેદવારોના આંદોલનનો આજે ચોથો દિવસ છે. પોતાની માંગ પર અડગ ઉમેદવારોનું આંદોલન ચોથા દિવસે પણ યથાવત રહ્યું છે.  ઉમેદવારો પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે મક્કમ થઈને આંદોલન કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે,  બિન સચિવાલયની પરીક્ષામાં કથિત ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ઉમેદવારોએ સરકાર સમક્ષ બાંયો ચઢાવી છે અને પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે.  તો બીજી તરફ ઉમેદવારોના કેટલાક પ્રતિનીધિ સાથે વાટાઘાટા કરીને સરકારે SITનું ગઠન કરીને નિષ્પક્ષ તપાસ કરવાની હૈયાધારણાં આપી છે.  જોકે સરકારના આ નિર્ણયને ઉમેદવારો ખુશ નથી.

તો બીજી બાજુ આ વિદ્યાર્થીને એક પછી એક રાજકીય અને બિન રાજકીય પક્ષનું સમર્થન પણ મળી રહ્યું છે.  હવે કોંગ્રેસ ની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આ ઉમેદવારના ભાવિને ધ્યાન માં રાખીને રાજ્યની તમામ  કોલેજ બંધ નું એલાન કરવામાં આવ્યું છે અને આજે વિદ્યાર્થીઓને કોલેજ નહિ જવા માટે અપીલ કરવામાં આવી છે.

બીન સચિવાલય પરિક્ષા મામલે NSUI દ્વારા અમદાવાદની કોલજ બંધ રાખવા અપીલ કરી હતી. અમદાવાદની અમુક કોલજો સ્વયંભૂ  બંધ રાખવામાં આવી હતી. જેમાં રાયપુરની વિવેકાનંદ કોલજ, નેશનલ કોલેજ, N.M ઝાલા કોલેજ, સ્વયંભૂ બંધ રખાઈ  છે.  કોલેજના વિદ્યાર્થીઓએ NSUIને સમર્થન આપતા કોલેજ બંધ રખાઈ છે.

સુરતઃ બિનસચિવાલાય પરીક્ષાના પડઘા સુરતમાં પણ પડયા

NSUI  દ્વારા સુરતમાં પણ હડતાલનું એલાન કરવામાં વ્યુ છે. સરકાર વહેલીતકે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે એવી માંગ સાથે  સુરતમાં આજે તમામ કોલેજોમાં હડતાલનું એલાન કરવામાં આવ્યુ છે.

હિંમતનગર

હિંમતનગર વિવિધ કોલેજમાં પોલીસ બંદોબસ્ત મુકાયો છે. જિલ્લા યુથ કૉંગ્રેસ દ્વારા કોલેજ બંધ કરાવા માટે આવ્યા છે. જેમાં કેટલાકની પોલીસ અટકાયત કરવામાં આવી છે.

જામનગર

જામનગર ખાતે યુવક કોંગ્રેસ અને NSUI  દ્વારા કોલેજ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જામનગર NSUI અને યુથ કોંગ્રેસ કાર્યકરોએ કોલેજ બંધ કરાવી છે. વિધાર્થીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

ભરૂચ

ભરૂચ ખાતે પણ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાર્યકરો અને પોલીસ વચ્ચે કેટલીક કોલેજમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે. તો યુથ કોંગ્રેસના કાર્યકરો કોલેજનો ગેટ તોડી અંદર ઘૂસ્યામાં સફળ રહ્યા છે.

ભાવનગર

ભાવનગરમાં NSUIના કાર્યકરો શહેરની કોલેજો બંધ કરવા પહોંચ્યા હતા. જ્યાં સાયન્સ કોલેજ બંધ કરાવવા ગયેલા 10 કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે. અટકાયત કરી તમામ કાર્યકરોને ને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.

પાટણ

પાટણમાં NSUIના કાર્યકરો દ્વારા શાળા-કોલેજો બંધ કરાવવામાં આવી છે. જિલ્લા સહિત શહેરની કેટલીક કોલેજોએ સ્વંમભૂ બંધ પાળ્યું હતું. તો શાળા કોલેજ બંધ કરવા ગયેલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત કરી હતી. પાટણની પી.કે કોટવાલા કોલેજ પોલીસ છાવણીમાં ફેરવાઈ છે.

ગાંધીનગર

ગાંધીનગરથી NSUIના કેટલાક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. સેક્ટર 15ની સરકારી કોલેજથી NSUIના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે અટકાયત કરી તમામ કાર્યકરો ને સેક્ટર 7 પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે. થરાદના ધારાસભ્ય ગુલાબસિઁહ રાજપૂતની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર NSUI જિલ્લા પ્રમુખ અમિત પારેખની અટકાયત કરવામાવી છે તો ગાંધીનગર મ.પા. અંકિત બારોટ કોર્પોરેટરની પણ અટકાયત કરવામાં આવી છે. જિલ્લા NSUI પ્રમુખ સહિત 9 ની પોલીસે અટકાયત કરી છે.

અરવલ્લીઃ

મોડાસામાં NSUI ના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આર્ટસ કોલેજ બંધ કરાવવા પહોંચેલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. 15 NSUI કાર્યકરોની ટાઉન પોલીસે અટકાયત કરી છે.

ઉલ્લેખનીય છે કે, બિનસચિવાલય પરીક્ષા ગેરરીતો મામલે રાજ્યના ૩૩ જીલ્લામાંથી ૩૩ પ્રતિનિધિ ગાંધીનગર ખાતે ન્યાયની પ્રતીક્ષા અને માંગણી કરતા ઉપવાસ પર બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.