IND vs ENG/ કેપ્ટન કોહલીએ સચિનનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ ક્લબમાં કરી Entry

ચોથી ટેસ્ટ મેચમાં કેપ્ટન કોહલીએ સચિનનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે, તેણે આ સાથે એક ખાસ ક્લબમાં Entry કરી લીધી છે. તે સૌથી ઝડપી આ આંકડો પાર કરનાર બેટ્સમેન બની ગયો છે.

Sports
1 68 કેપ્ટન કોહલીએ સચિનનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ ક્લબમાં કરી Entry

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી વર્તમાન સીરીઝમાં બેટ સાથે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતા, તે ગુરુવારે પોતાના ખાતામાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. વિરાટ કોહલીએ ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ઈતિહાસ રચ્યો હતો. કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનાં 23 હજાર રન પૂરા કર્યા હતા અને તે સૌથી ઝડપી આ આંકડો પાર કરનાર બેટ્સમેન બન્યો હતો.

આ પણ વાંચો – IND vs ENG / આ ખેલાડીનું Passion તો જુઓ, લોહી નિકળતુ રહ્યુ પણ મેદાન પર ડટી રહ્યો

વિરાટ કોહલી 23 હજાર આંતરરાષ્ટ્રીય રનનાં આંકડાથી માત્ર એક રન પાછળ હતો. તેણે ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ખાતું ખોલવાની સાથે જ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે વિરાટ કોહલીએ પોતાના આદર્શ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 490 મી ઇનિંગમાં આ ખાસ સિદ્ધિ મેળવી હતી. વળી, સચિન તેંડુલકરે 522 મી ઇનિંગમાં 23 હજાર આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો હતો.

1 67 કેપ્ટન કોહલીએ સચિનનો 17 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ ક્લબમાં કરી Entry

વિરાટ કોહલીએ 23,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા બાદ સ્પેશિયલ ક્લબમાં જગ્યા બનાવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 23,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર વિશ્વનો સાતમો બેટ્સમેન બન્યો છે. કોહલી અને તેંડુલકર ઉપરાંત ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ, દક્ષિણ આફ્રિકાનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ, શ્રીલંકાનાં ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારા, ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ અને શ્રીલંકાનાં ભૂતપૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને ક્લબનો ભાગ છે.

આ પણ વાંચો – IND vs ENG / હસીબ હમીદની આ હરકતથી ભડક્યા કેપ્ટન કોહલી, એમ્પાયરને કરી ફરિયાદ

રિકી પોન્ટિંગે 544 ઇનિંગ્સમાં 23 હજાર આંતરરાષ્ટ્રીય રનનો આંકડો પાર કર્યો હતો. જેક કાલિસ (551 ઇનિંગ્સ), કુમાર સંગાકારા (568 ઇનિંગ્સ), રાહુલ દ્રવિડ (576 ઇનિંગ્સ) અને મહેલા જયવર્દને (645 ઇનિંગ્સ) એ આ આંકડો પાર કર્યો હતો. વિરાટ કોહલી આ મામલે તમામ બેટ્સમેનોથી આગળ છે. આપને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં ભારતની સ્થિતિ સારી નથી. પહેલા બેટિંગ માટે આમંત્રિત ભારતીય ટીમે પ્રથમ દિવસે 191 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આ ઇનિગમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. જણાવી દઇએ કે, બંને ટીમો હાલમાં સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. નોટિંગહામમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. ત્યારબાદ ભારતે લોર્ડ્સ ટેસ્ટ 151 રનથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ ઈનિંગ્સ અને 76 રનથી જીતીને સીરીઝમાં બરાબરી પર પરત ફરી હતી.