Not Set/ કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?

સિધ્ધુ ની સાથે રાહુલ પ્રિયંકાની ટીકા કરવાની નીતિ દ્વારા પક્ષમાંથી સસ્પેનશન નોતરવાની નવી રણનીતિ અપનાવતા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી

India Trending
sidhhu soniya amrinder કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?

પંજાબ કોંગ્રેસમાં સત્તા પલ્ટા પછી પણ બધું ઠીકઠાક નથી. કેપ્ટન અમરીન્દર સિંઘ ભલે પક્ષમાં રહેવાનું છે તેમ કહેવાની સાથે એમ કહેતા હોય કે વિકલ્પ ખૂલ્લા છે નું ગાણું પણ ગાતા રહે છે. ગાંધી પરિવારની નજીક ગણાતા અમરીન્દર છેલ્લા ચાર દિવસમાં સિધ્ધુથી શરૂ કરી અને રાહુલ – પ્રિયંકા સુધીના મોવડીઓ પર જે પ્રહારો કર્યા તેના કારણે એવું લાગે છે કે કોંગ્રેસના મોવડીઓ તેમને પક્ષની બહાર મૂકે તેવો માર્ગ તૈયાર કરી રહ્યા છે. તેઓએ જ્યારે મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે પહેલું ગાણું એ હતું કે હું ખૂબ અપમાનીત થયો છું, હવે થવું નથી. તેમણે આગળ એવું પણ કહેલું કે કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીએ મને ત્રણ માસ પહેલા મળવા બોલાવ્યો ત્યારે મે રાજીનામાની ઓફર કરી હતી. પરંતુ ત્યારે તેમણે મને સત્તા પર ચાલુ રહેવા કહ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરની ૧૧મીએ મને રાજીનામું આપવા કહ્યું. મને ત્રણ માસ પહેલા આ પ્રમાણે કહ્યું હોત તો હું રાજીનામું આપી દેત. રાજીનામા બાદ મેં ફરિયાદ કરી ત્યારે સોનિયાજીએ ‘સોરી અમરીન્દર’ કહીને મારી વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો હતો. કેપ્ટને નવજાેતસિંહ સિધ્ધુને પ્રમુખ બનાવાયા ત્યારે જ વાંધો લીધો હતો. પોતાના રાજીનામા બાદ સિધ્ધુને ઈમરાનના મિત્ર ગણાવ્યા, પાકિસ્તાની સેનાના વડા બાજવાની નીકટના ગણાવ્યા. આવી વ્યક્તિને સરહદી રાજ્ય પંજાબના મુખ્યમંત્રી બનાવાશે તો દેશની સુરક્ષા ખતરામાં મૂકાશે તેમ પણ કહ્યું. સિધ્ધુએ પણ કેપ્ટન આઈ.એસ.આઈ.ના એજન્ટ સાથે સંકળાયા હોવાનો આક્ષેપ કર્યો છે.

jio next 5 કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?

ક્રિકેટર સામે કેપ્ટનના પ્રહાર અટકતા નથી. તેમણે ફરી એકવાર કહ્યું કે સિધ્ધુને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનવાના અભરખા છે. પરંતુ પોતે સિધ્ધુ સામે એવો મજબુત ઉમેદવાર ઉભો રાખશે કે રખાવશે કે જે સિધ્ધુને જીતવા ન દે. આનો અર્થ શું સમજવો ? કેપ્ટને ભાજપ, અકાલીદળ કે આપ એ ત્રણ પૈકી કોના મજબૂત ઉમેદવારની વાત કરી છે ? કે પછી કોઈ મજબૂત અપક્ષ ઉમેદવારની વાત કરી છે ? આ મોટો પ્રશ્ન છે. તેમણે સાથોસાથ એમ પણ કહી દીધું કે જાે સિધ્ધુ સુપર સીએમની જેમ કામ કરશે તો પંજાબમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે જાે સિધ્ધુને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવાશે તો કોંગ્રેસને ડબલ ડીજીટ જેટલી બેઠકો પણ નહિ મળે. અમરીન્દર કહે છે, પંજાબમાં કોંગ્રેસની જીત બાદ મેં રાજકારણ છોડવાનું નક્કી કર્યું હતું પરંતુ હાર્યા પછી ક્યારેય નહિ. તેમણે વધુમાં કહ્યું કે સિધ્ધુ અને તેમના સાથીઓએ બાદલ અને વિક્રમ મજીઠીયા સામે કાર્યવાહી ન કરી તેમ કહે છે પણ હવે તો સિધ્ધુની ટેકેદાર સરકાર આવું પગલું ભરી બતાવે. માફીયા સાથે સંકળાયેલા આગેવાનો સામે પણ પગલાં ભરી બતાવે તો મને આંનદ થશે.

amrinder 2 કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?
કેપ્ટને કોંગ્રેસના મોવડીઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે આ બન્ને મારા બાળકો જેવા છે. આ બધું આ રીતે ખતમ થવું જાેઈતું ન હતું. અસલી હકિકત એ છે કે આ ભાઈ-બહેનને અનુભવ નથી. તેઓ પોતાના કહેવાતા સલાહકારોના ઈશારે મીસગાઈડ થઈ જાય છે. ત્યારબાદ કોંગ્રેસના મોવડીઓ વેણુગોપાલ, સુરજેવાલા એ અજય માકન પર પ્રહારો કરતાં કહ્યું કે મેં મારી ટીમ આવડતના આધારે તૈયાર કરી હતી, જ્ઞાતિવાદી ગણિતના આધારે નહિ. આ પ્રકારના સમીકરણ કોંગ્રેસને ફાયદા કરતાં નુકસાન વધું કરી શકે છે તેવું હું સ્પષ્ટપણે માનું છું.

sidhhu soniya amrinder કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?
કેપ્ટનના આવા આકરા વિધાનો અને તેમાંય ગાંધી પરિવારની જે રીતે ટીકા કરી તેના પરથી એવું લાગે છે કે તેમણે પોતાનો માર્ગ પસંદ કરી લીધો છે. તેઓએ મુખ્યમંત્રી પદ છોડ્યું ત્યારે કહેલું કે મારા સમર્થકો સાથે ચર્ચા કરીને હું મારો માર્ગ નક્કી કરીશ. તમામ વિકલ્પ મારા માટે ખૂલ્લા છે. તેઓ પોતાની પાર્ટી બનાવશે કે ભાજપ અથવા આપ કે અકાલી દળ સાથે જશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ તેઓ વધુ બગાવતના મૂડમાં તો હાલના તબક્કે જણાય જ છે.

amrinder 1 કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?
કેપ્ટને બ્લુ સ્ટાર ઓપરેશન બાદ કોંગ્રેસ છોડી નવા પ૭ની રચના ૧૯૮૪ બાદ કરી હતી પરંતુ ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ શ્રીમતી સોનિયા ગાંધીના પ્રયાસોથી પોતાના નવા પક્ષનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી પરત ફર્યા હતાં. તેઓ અગાઉ મુખ્યમંત્રી પણ બની ચૂક્યા છે અને ૨૦૧૪ના મોદી વેવ વખતે અમૃતસરની બેઠક પર લોકસભાની ચૂંટણી લડીને અરૂણ જેટલી જેવા ભાજપના મોટા માથાને હરાવીને સંસદસભ્ય પણ બની ચૂક્યા છે. આ પણ એક વાસ્તવિકતા છે.

amrinder કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?
રાજકીય નિરીક્ષકો માને છે તે પ્રમાણે કેપ્ટન અમરીન્દરને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ વગેરે સાથે મિત્રતા છે. તેઓ ભાજપમાં જાય તો ભાજપને મજબૂત ચહેરો આપોઆપ મળી જાય. નવો પક્ષ રચીને ભાજપ સાથે જાેડાણના ભાગીદાર બને તેવી શક્યતા નકારી કઢાતી નથી. ‘આપ’ પાસે તો મુખ્યમંત્રી પદના ચહેરા છે જ. છતાંય તેમાં જાેડાવાનું પણ કેપ્ટન વિચારી શકે છે. રાજકીય વર્તુળો કહે છે તે પ્રમાણે અત્યારે કેપ્ટનનો વ્યૂહ સાવ અલગ જ છે. તેઓએ પોતાનો રાજકીય રાહ પસંદ કરી લીધો છે. ભલે પોતે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હોય પણ કોંગ્રેસના સભ્ય તરીકે આ રીતે રાજીનામું આપવા માગતા નથી. તેમના સિધ્ધુ તો ઠીક પણ પ્રિયંકા – રાહુલ પરના હળવા પ્રહારો અને કોંગ્રેસના સલાહકાર ગણની ટીકા એક વાત પૂરવાર કરે છે કે પક્ષનું મોવડીમંડળ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કે બરતરફ કરે તે જાેવાનું રહે છે. પંજાબ કોંગ્રેસ સંગઠનના પ્રમુખ તરીકે નવજાેત સિધ્ધુ કેપ્ટન શિસ્તભંગ કરી રહ્યા છે તેવો આક્ષેપ કરીને તેમને સસ્પેન્ડ કે બરતરફ કરવા માગણી કરે અને પક્ષ તેમને પક્ષમાંથી પણ વિદાય આપી દે તેવું પણ બની શકે છે. કેપ્ટન પોતે અત્યારે જે રીતે વર્તી રહ્યા છે, પ્રહારો કરી રહ્યા છે તેના પરથી એવું લાગે છે કે તેઓ એમ ઈચ્છે છે કે પક્ષ તેમે સસ્પેન્ડ કરે પછી તરત તે પોતાના ટેકેદારોની બેઠક બોલાવી પોતાનો રાહ નક્કી કરી લે.

amrinder sing 1508827909 618x347 કેપ્ટન નવી ઈંનિંગ ખેલવાની તૈયારીમાં?
રાજકીય વર્તૂળો માને છે તે પ્રમાણે કેપ્ટન આવતા દિવસોમાં પણ પોતાની પક્ષના મોવડીઓ પર અને સિધ્ધુ પર પ્રહારોની આક્રમકતા ચાલું રાખીને પોતાનો માર્ગ તૈયાર કરી રહ્યાં છે. આ અગે પંજાબના એક અખબારમાં એવો સ્પષ્ટ સંકેત ક્રિકેટની ભાષામાં આપવા માગે છે કે પોતે હીટ વિકેટ થવા માગતા નથી કે પોતાની મેળે ક્રિઝ છોડી રનઆઉટ થવા માગતા નથી. કોંગ્રેસના મોવડીઓ તેમને ક્લીન બોલ્ડ કે કેચઆઉટ કરે તેવું ઈચ્છે છે એટલે કે સિધ્ધુ માગણી કરે અને કોંગ્રેસના મોવડીઓ પગલાં ભરે તેનો સરળ અર્થ એવો જ થાય કે મોવડીઓ દ્વારા ફેંકાયેલા દડાને ફટકારે અને સિધ્ધુ કેચ કરે અગર તો સિદ્ધુ દ્વારા બરતરફની માગણીરૂપી દડો ફેંકાય અને મોવડીઓ પગલાં ભરે તો સિધ્ધુનો દડો અને મોવડીઓ દ્વારા કેચ થાય અને કેપ્ટન આપોઆપ પક્ષ બહાર થઈ જાય. રાજીનામું આપવાનું રહે નહિ. આમ કેપ્ટન ટીમ છોડવાની કે ટીમમાંથી તેમને સસ્પેન્ડ કે બરતરફ કરે તેવું વાતાવરણ સર્જવા માગે છે.

કરાર / ભારતીય સેનાને વધુ 118 અર્જુન ટેન્કો મળશે, સરકારે આપ્યો પુરવઠા માટે આદેશ