Accident/ ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

ભાવનગરથી એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી, તે સામેથી આવતી કાર સાથે ધડાકેભેર અથડાઈ હતી. અને અકસ્માત એટલો ભયાનક હતો કારનો ભુક્કો બોલાઈ ગયો હતો.

Gujarat Others
a 380 ભાવનગર-અમદાવાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે લોકોનાં મોત

ગુજરાતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે લોહિયાળ બન્યો છે. આજે સવારે ભાવનગર અમદાવાદ હાઇવે પર થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે.  આ અકસ્માત પીપળી વટામણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઇ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

No description available.

મળતી માહિતી અનુસાર, ભાવનગરથી એક ટ્રક અમદાવાદ તરફ જઈ રહી હતી, તે સામેથી આવતી કાર સાથે ધડાકેભેર અથડાઈ હતી. અને અકસ્માત એટલો ભયાનક હતો કારનો ભુક્કો બોલાઈ ગયો હતો. અને મૃતદેહોને કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. ઉલ્લેખનીય છે કે કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી 2નાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા, અને અન્યને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

No description available.

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢવા ક્રેઇન બોલાવી હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્તની હાલત ગંભીર જણાઇ આવતા તેને ધોળકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બે મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો