Not Set/ એડલ્ટ ફિલ્મોને દેખનારા થઇ જાઓ સાવધાન, કોઇની ગુપ્ત નજર છે તમારા પર

એડલ્ટ ફિલ્મોનાં શોખીનને હવે સાવધાન રહેવાની જરૂર છે. આપને ખ્યાલ નહી હોય પરંતુ કોઇ છે જે આપના પર નજર રાખી રહ્યુ છે. જી હા, આ એકદમ સાચી વાત છે. જો તમે ઇંકોગ્નિટો મોડનો ઉપયોગ કરી પોર્નોગ્રાફી જોઇ રહ્યા છો અને વિચારી રહ્યા છો કે તેની ખબર કોઇને નહી પડે, તો તમે ખોટુ વિચારી રહ્યા છો. […]

Top Stories World
mobile 2601960 835x547 m એડલ્ટ ફિલ્મોને દેખનારા થઇ જાઓ સાવધાન, કોઇની ગુપ્ત નજર છે તમારા પર

એડલ્ટ ફિલ્મોનાં શોખીનને હવે સાવધાન રહેવાની જરૂર છે. આપને ખ્યાલ નહી હોય પરંતુ કોઇ છે જે આપના પર નજર રાખી રહ્યુ છે. જી હા, આ એકદમ સાચી વાત છે. જો તમે ઇંકોગ્નિટો મોડનો ઉપયોગ કરી પોર્નોગ્રાફી જોઇ રહ્યા છો અને વિચારી રહ્યા છો કે તેની ખબર કોઇને નહી પડે, તો તમે ખોટુ વિચારી રહ્યા છો. ફેસબૂક, ગૂગલ અને ઓરેકલ ક્લાઉડ તમારા પર ચોરી છુપે નજર રાખીને બેઠુ છે.

તમે વિચારી રહ્યા છો કે તમે ઇંકોગ્નિટો મોડ પર સ્વિચ કરવા પર તમારા દ્વારા જોવામાં આવી રહેલા પોર્ન વિડિયોની કોઇને જાણ નહી થાય તો તમે ખોટુ વિચારી રહ્યા છો. તમારા સ્માર્ટફોન, લેપટોપ પર તમારા દ્વારા જોવામાં આવતી પોર્ન પર ગુપ્ત રીતે નજર રાખવામાં આવી રહી છે. માઇક્રોસોફ્ટ, કાનેર્ગી મેલન યુનવર્સિટીનાં એક નવા સંયુક્ત અભ્યાસમાં આ વાત સામે આવી છે.તપાસમાં જાણવા મળ્યુ કે, 93 ટકા વેબ પેઝ એવા છે, જે યુઝર્સનાં ડેટાને થર્ડ પાર્ટી સંગઠનો માટે ટ્રેક અને લીંગ કરે છે. જે માટે વેબએક્સરે નામનું એક ઉપકરણનો ઉપયોગ કરી 22,484 સેક્સ વેબસાઇટોને જોવામાં આવી છે. પોતાના નમૂનામાં યુઝર્સને ટ્રેક કરનાર 230 જુદી જુદી કંપનીઓ અને સેવાઓની ઓળખ કરનાર શોધકર્તાઓએ કહ્યુ કે, આ સાઇટો પર થઇ રહેલી ટ્રેકિંગ ઘણી મુખ્ય કંપનીઓ દ્વારા કેન્દ્રિત છે.

અભ્યાસમાં જણાવાયું છે કે, “બિન-પોર્નોગ્રાફીની ટોચની 10 કંપનીઓ યુએસમાં છે, જ્યારે મોટા ભાગની પોર્નોગ્રાફી-વિશિષ્ટની કંપનીઓ યુરોપમાં છે. સંશોધનકર્તાઓની ટીમે જૈક નામનું એક કાલ્પનિક પ્રોફાઇલ બનાવ્યુ, જે પોતાના લેપટોપ પર પોર્ન જોવાનો નિર્ણય કરે છે. જૈક પોતાના બ્રાઉઝરમાં ઇંકોગ્નિટો મોડ ઓન કરે છે અને માની લે છે કે તેનું કાર્ય હવે પ્રાઇવેટ છે. તે એક સાઇટને ખોલે છે અને એક ગોપનીયતા નીતિની એક નાની લિંકને સ્ક્રોલ કરે છે. તે વિચારે છે કે ગોપનીયતા નીતિ મુજબ સામે આવનાર સાઇટ તેની પ્રાઇવેટ જાણકારીની રક્ષા કરશે, માટે જૈક એક વિડિયો પર ક્લિક કરે છે.

સંશોધકોએ જણાવ્યુ કે, જૈકને ખબર નથી કે ઇંકોગ્નિટો મોડ માત્ર તે સુનિશ્ચિત કરે છે કે તેની બ્રાઉઝિંગ હિસ્ટ્રી તેના કોમ્પ્યુટર પર એકઠી ન થાય. તે જે સાઇટો પર જાય છે તેના સંબંધિત ઓનલાઇન કાર્યોને થર્ડ-પાર્ટી ટ્રેકર્સ જોઇ અને રેકોર્ડ કરી શકે છે. જૈક દ્વારા એક્સેસ કરવામાં આવેલ દરેક જાણકારીથી આ થર્ડ-પાર્ટી ટ્રેકર્સ તે સાઇટોનાં યુઆરએલની મદદથી તેમની યૌન ઇચ્છાઓનું પણ અનુમાન લગાવી શકે છે. તેઓ જૈક એક્સેસ કરવામા આવેલ દરેક જાણકારીથી તે થર્ડ-પાર્ટી ટ્રેકર્સ તે સાઇટોનાં યૂઆરએલની મદદથી તેમની યૌન ઇચ્છાઓનું પણ અનુમાન લગાવી શકે છે. તેઓ જૈકથી જોડાયેલા ડેટાને વેચી પણ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.