Not Set/ તાઉતે વાવાઝોડાને કારણે આંબાવાડિયા માલિકો નાખુશ, કરોડો રૂપિયાનું નુકશાન

સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીએ આંબાવાડિયા ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને પાયમાલ કર્યા હતા. ઈતિહાસમાં કદી કેરીના ભાવ ન થયા હોય તેવા ભાવ આજે રહ્યા છે. આજે ફક્ત આઠ રૂપિયા કિલો કેરીનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની હરાજીમાં વેંચાણ થયું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેરીનું પીઠું માનવામાં આવે છે. દરરોજ હજારો બોક્સની આવક થતી હતી.       શરૂઆતમાં […]

Gujarat
a 222 તાઉતે વાવાઝોડાને કારણે આંબાવાડિયા માલિકો નાખુશ, કરોડો રૂપિયાનું નુકશાન

સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીએ આંબાવાડિયા ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને પાયમાલ કર્યા હતા. ઈતિહાસમાં કદી કેરીના ભાવ ન થયા હોય તેવા ભાવ આજે રહ્યા છે. આજે ફક્ત આઠ રૂપિયા કિલો કેરીનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની હરાજીમાં વેંચાણ થયું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કેરીનું પીઠું માનવામાં આવે છે. દરરોજ હજારો બોક્સની આવક થતી હતી.

 

 

 

શરૂઆતમાં કેરીના દસ કીલોના એક બોક્સના ભાવ 1 હજાર 200 થી ૧ હજાર ૫૦૦ સુધીના હતા. વાવાઝોડાના એક બે દિવસ અગાઉ પાંચસોથી સાતસો રૂપિયે કેરીના બોક્સનું વેચાણ થતું હતું. ત્યાં અચાનક આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી દેતા કેરીના પાકનો સોથ વળી ગયો હતો. તમામ કેરીઓ ખરી ગઈ હતી.

 

તાઉ-તે વાવાઝોડા ગયા બાદ તેની વિનાશલીલા નજરે પડી રહી છે. તાલાલા ગીર પંથકમાં વાવાઝોડાને લીધે કેસર કેરીઓ આંબા પરથી 90 ટકા ખરી પડતા આંબાના માલિકોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં ખરી ગયેલ કેશર કેરીને ટ્રેકટરોથી ઢગલા કરવામાં આવ્યા હતા. આના લીધે ખેડૂતોને અને આંબાના ઈજારેદારોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. આંબા પરથી ટપોટપ ખરી પડેલી કેસર કેરીના માર્કેટિંગ યાર્ડમાં ભાવ બોક્સ દીઠ 50 રૂપિયા માત્ર બોલાયો હતો, જેથી વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

 

ખેડૂતોને તાત્કાલિક કોઈ પણ ભાવે કેરી વેચવા મજબૂર બનવું પડ્યું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે 50 હજાર કેરીના બોક્સની આવક થઇ હતી. પરંતુ એક બોક્સ કેરીના ભાવ ૮૦ રૂપિયાથી લઇને 200 રૂપિયા સુધીનો રહ્યો હતો.