ગુજરાત/ વલસાડમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, આખલાએ જૈન મુનિ અને સાધ્વીને લીધા અડફેટે

વલસાડથી સામે આવી છે. અહીં વિહાર કરી રહેલા જૈન સાધ્વી અને જૈન મુનિ મહારાજને અડફેટે લીધા હતા.

Gujarat Others
આખલાએ

ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો આતંક સતત વધી જ રહ્યો છે ક્યારેક કોઈ ચાલતું જતું વ્યક્તિ તો ક્યારેક કોઈ શ્રમિકની લારી કે પછી સ્કૂલ રિક્ષાને જતા અથવા ટુ વ્હિલર ઉપર જતા લોકો પણ રખડતાં ઢોર અડફેટે લેતા હોય છે, ત્યારે વધુ એક ઘટના વલસાડથી સામે આવી છે. અહીં વિહાર કરી રહેલા જૈન સાધ્વી અને જૈન મુનિ મહારાજને અડફેટે લીધા હતા.

આપને જણાવી દઈએ કે, આખલાની અડફેટે આવતા જ જૈન મુનિ મહારાજ અને સાધ્વીજી રેલિંગ સાથે અથડાયા હતા. જેના કારણે બંને ઘાયલ થયા હતા. ઘાયલ જૈન મુનિ સાહેબને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાધ્વીજીને અતુલના જૈન ઉપાશ્રયમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે વલસાડ શહેરમાં આખલાઓનો આતંક હાઈવે પર ફેલાઈ રહ્યો છે અને તેઓ હાઈવે પર આવતા-જતા વાહનચાલકોને પણ અડફેટે લઇ રહ્યા છે.

અગાઉ, રખડતા ઢોરની અડફેટે ગાંધીધામમાં વૃદ્ધનું મોત થયુ છે. આ ઘટના કચ્છ જીલ્લાના ગાંધીધામના સુંદરપુરીનાં તલાવડી ચોકની છે જ્યાં આજ રોજ સવારના અરસામાં જામાભાઈ વાઘાભાઈ વણકર સુંદરપુરીના તલાવડી ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે વૃદ્ધને હડફેટે લેતા તે ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો:સાયલા-ચોટીલા હાઇવે પર અકસ્માત, વૃદ્ધ દંપતીનું કરુણ મોત:પાંચ ઘાયલ

આ પણ વાંચો:રકુલ પ્રીત સિંહએ અમદાવાદમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો.

આ પણ વાંચો:ઢસા ગામે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે એક્ટિવા સવાર માતા-પુત્રના મોત

આ પણ વાંચો:વરરાજાની ગાડીએ વરઘોડામાં આવેલા જાનૈયાને ફંગોળ્યા, જુઓ ભયંકર CCTV

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત