Not Set/ આર્ચર કંપની કૌભાંડ કેસ – કૌભાંડી ભાર્ગવી શાહના જામીન નામંજૂર 

મંતવ્ય ન્યૂઝ, કરોડો રૂપિયા લોકોના ચાઉં કરનારી ભાર્ગવી શાહની રેગ્યુલર જામીન અરજી મિર્જાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી મૂકી છે. આર્ચર કંપની ખોલીને લોકોને મોટી મોટી સ્કીમો ભાર્ગવી શાહ તેમજ તેના પતિ વિનય શાહએ આપી હતી. તેવા આક્ષેપો સાથેની ત્રણ જુદી જુદી ફરિયાદ શહેરના બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જે મામલાની તપાસ સીઆઇડી ક્રાઈમને […]

Ahmedabad Gujarat
Mirzapur court આર્ચર કંપની કૌભાંડ કેસ - કૌભાંડી ભાર્ગવી શાહના જામીન નામંજૂર 
મંતવ્ય ન્યૂઝ,
કરોડો રૂપિયા લોકોના ચાઉં કરનારી ભાર્ગવી શાહની રેગ્યુલર જામીન અરજી મિર્જાપુર ગ્રામ્ય કોર્ટે ફગાવી મૂકી છે. આર્ચર કંપની ખોલીને લોકોને મોટી મોટી સ્કીમો ભાર્ગવી શાહ તેમજ તેના પતિ વિનય શાહએ આપી હતી. તેવા આક્ષેપો સાથેની ત્રણ જુદી જુદી ફરિયાદ શહેરના બે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. જે મામલાની તપાસ સીઆઇડી ક્રાઈમને સોંપાઈ હતી.અને જે તપાસમાં સીઆઇડીને નવા નવા ખુલાસા પણ મળ્યા હતા.
આ મામલાની અંદર ભાર્ગવી શાહે પોતાના વકીલ નીતિન રાવલ મારફતે મિર્જાપુર ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકાવી હતી. જેના માટે સરકાર પક્ષ તરફથી કેસમાં સરકારી વકીલ તરીકે હાજર થયેલા પ્રવીણ ત્રિવેદીએ પોતાનો વિરોધ દેખાડ્યો હતો. અને પોતાના તરફથી ધારદાર દલીલો કરીને ભાર્ગવીને જામીન ન મળે તે માટેના પુરાવા રજૂ કર્યા હતા. જે મિર્જાપુર કોર્ટના પ્રિન્સિપાલ જજ એસી જોશીએ માન્ય રાખ્યા હતા. અને સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીની દલીલો તેમજ પુરાવાના આધારે આરોપી ભાર્ગવી શાહના જામીન નામંજૂર કર્યા હતા.