Ahmedabad/ ઝડપાઈ બાટલા ચોર ગેંગ, 20 સિલિન્ડર ચોરીનો ભેદ ઉકેલાયો

ઝડપાઈ બાટલા ચોર ગેંગ, 20 સિલિન્ડર ચોરીનો ભેદ ઉકેલાયો

Ahmedabad Gujarat
congress 11 ઝડપાઈ બાટલા ચોર ગેંગ, 20 સિલિન્ડર ચોરીનો ભેદ ઉકેલાયો

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં મકાનમાંથી રાંધણ ગેસના બાટલાની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચોરીના 31 ગેસના બાટલા જપ્ત કર્યા છે, જ્યારે ૨૦ જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.  પરંતુ પેટ્રોલીંગ કરી રહેલી રામોલ પોલીસને શંકા જતા બંને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો અને રાંધણગેસના બાટલાની ચોરીનો ભેદ ઉકેલાયો.  રામોલ પોલીસે ચોરીના રાંધણ ગેસના ૩૧ જેટલા બાટલા જપ્ત કર્યા જ્યારે ૨૦ જેટલી બાટલાની ચોરીનો ભેદ ઉકેલ્યો.

  • રાંધણ ગેસના બાટલાની ચોરી
  • બાટલા ચોરતા બે શક્સોની કરાઇ ધરપકડ
  • ફક્ત ગેસના બાટલાની જ કરતા હતા ચોરી
  • બે ચોર એકબીજાને મળ્યા અને શરૂ કરી ચોરી

પકડાયેલા બંને આરોપીઓમાં ગુરુનાથ ઉર્ફે રાજુ પાટીલ અને વિક્રમ પટણીની પોલીસે ધરપકડ કરી છે, રાધણ ગેસના બાટલાની ચોરી કરનાર મુખ્ય સૂત્રધાર ગુરુનાથ અગાઉ ચોરીમાં પણ ઝડપાયો હતો.  ગુરુનાથ અને વિક્રમ એક દિવસ ચોરી કરતા મળ્યા હતા અને ત્યારબાદ બંનેની મિત્રતા શરૂ થઈ પોલીસથી બચવા માટે ગુરુનાથએ ગેસના બાટલા ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી શરૂ કરી.  અને વિક્રમ એ પણ તેનો સાથ આપતા ચોરીનો સિલસિલો શરૂ થયો.  આ બન્ને આરોપીઓએ અમદાવાદ પૂર્વમાં નરોડા કૃષ્ણનગર ઓઢવ સહિત અનેક વિસ્તારોમાં કોણ ગેસના બાટલાની ચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.  બંને આરોપીઓ ગેસના બાટલાની ચોરી કર્યા બાદ રાંધણ ગેસના બાટલા ની ડિલિવરી કરનાર વ્યક્તિઓનો સંપર્ક કરતા હતા.  અને બ્લેકમાં બાટલા વેચતા હતા.

સ્થાનિક સ્વારાજ્ય ની ચૂંટણીઓ જાહેર થતા જ સચિવાલય સુમસામ

બંને ચોરોના બાટલા ચોરીનો નવો ધંધો પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.  ત્યારે હાલમાં રામોલ પોલીસે બન્ને આરોપીઓએ અન્ય કેટલા ગુના આચર્યા છે તેમજ આ બાટલા ચોરી ગેંગમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…