Not Set/ સાવધાન : દુનિયાભરમાં તેજીથી ફેલાઇ રહી છે Nomophobia બિમારી, જાણો તેના વિશે

સમગ્ર દુનિયાને પોકેટમાં રાખી શકીએ તેવુ ગેઝેટ એટલે મોબાઇલ ફોન. મોબાઇલની ખોજ બાદ દુનિયા જાણે નાની બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ કહેવાય છે કે જ્યા સુવિધા છે ત્યા થોડુ નુકસાન પણ હોય છે. તમને જણાવી દઇએ કે મોબાઇલથી Nomophobia નામની બિમારી થઇ શકે છે. Nomophobia આ એક એવી બિમારી છે જે હવે […]

Health & Fitness
nomophobia સાવધાન : દુનિયાભરમાં તેજીથી ફેલાઇ રહી છે Nomophobia બિમારી, જાણો તેના વિશે

સમગ્ર દુનિયાને પોકેટમાં રાખી શકીએ તેવુ ગેઝેટ એટલે મોબાઇલ ફોન. મોબાઇલની ખોજ બાદ દુનિયા જાણે નાની બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ કહેવાય છે કે જ્યા સુવિધા છે ત્યા થોડુ નુકસાન પણ હોય છે. તમને જણાવી દઇએ કે મોબાઇલથી Nomophobia નામની બિમારી થઇ શકે છે.

Nomophobia આ એક એવી બિમારી છે જે હવે દુનિયાના દરેક ખૂણે જોવા મળી રહી છે. જાણીને નવાઇ લાગશે પણ આ બિમારીથી આજે તમારા બાળકો પણ દૂર નથી રહ્યાં. થોડા સમય પહેલા કરવામાં આવેલા એક રિસર્ચ મુજબ, જે લોકો હવે પોતાના મોબાઇલ વિના એકલાપણાની અનુભૂતિ કરે છે તે Nomophobia નો શિકાર હોય છે. લોકોએ હવે સબંધોની કડી મોબાઇલ જ છે તેમ માની લીધુ હોય તેમ લાગી રહ્યું છે. આવા લોકોને ફોનથી એક અલગ જ લગાવ હોય છે. આજથી 10 વર્ષ પહેલા પ્રેમમાં પડેલા કહેતા કે હુ તારા વિના નહી રહી શકુ, જે એક વ્યક્તિનાં અન્ય વ્યક્તિ માટે બોલાતા શબ્દો હતો અને હવે આ એક મોબાઇલ ફોન માટે વપરાતો શબ્દ બની ગયો છે. તે સમય દૂર નથી કે લોકો આ બિમારીથી એટલા આદતી બનશે કે ફોનની લતને છોડવા માટે ડોક્ટરનાં સંપર્કમાં સતત રહેશે.

 

જેમ એક પાલતુ પ્રાણીના ગળામાં પટ્ટો બાધેલો હોય તેમ હવે માણસનાં હાથમાં પણ મોબાઇલનો પટ્ટો બંધાયેલો હોય તેવું દેખાઇ રહ્યું છે. જો કે પ્રાણી આ પટ્ટો જાતે બાંધતુ નથી. લોકો આજથી જ Nomophobiaથી બચવાના પ્રયત્નો નહી કરે તો આવતા ભવિષ્યમાં માનવજાતિને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે તો તેમા નવાઇ નહી.

 

આ બિમારીથી બચવા આટલું કરી શકાય

 

મોબાઇલ ફોનથી જરૂર હોય ત્યારે જ વાપરો

મોબાઇલમાં જરૂરી હોય તે જ APP રાખો.

ટાઇમ દેખવા માટે ઘડિયાળનો ઉપયાગ કરો.

સુતા પહેલા મોબાઇલ સ્વીચ ઓફ કરો.

મોબાઇલની નોટીફીકેશનને કસ્ટમાઇજ કરો.