Not Set/ 100 કરોડની વસૂલાત મામલે CBI એ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધી તપાસ આદરી

ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવેલા ગંભીર આક્ષેપો છતાં અનિલ દેશમુખ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા છતાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ

Top Stories India
deshmukh 100 કરોડની વસૂલાત મામલે CBI એ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધી તપાસ આદરી

ભૂતપૂર્વ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે લગાવેલા ગંભીર આક્ષેપો છતાં અનિલ દેશમુખ ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા છતાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે લાદવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે પ્રાથમિક તપાસ  નોંધાવી છે. સીબીઆઈના પ્રવક્તાએ આ માહિતી આપી છે.મુંબઈની સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તા આર.સી.જોશીએ જણાવ્યું હતું કે તપાસ ટીમે મંગળવારે બપોરે હાઇકોર્ટના આદેશ મુજબ કેટલાક જરૂરી દસ્તાવેજો એકઠા કર્યા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

From Feb 15 to 17 HM was in Home Quarantine But Met Officers, Alleges  Fadnavis After Anil Deshmukh's Clarification Video | All You Need to Know

ઘર વાપસી / આખરે બાહુબલી MLA અન્સારીને લેવા 900 કિ.મી.નું અંતર કાપી લેવા પહોંચી UP પોલીસ

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ મંગળવારે બપોરે મુંબઇ પહોંચી હતી અને તમામ સંબંધિત દસ્તાવેજો એકઠા કરી બોમ્બે હાઈકોર્ટના આદેશનું પાલન કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. સીબીઆઈના પ્રવક્તા આર સી જોશીએ કહ્યું હતું કે ‘5 એપ્રિલ, 2021 ના ​​બોમ્બે હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને સીબીઆઈએ પ્રાથમિક તપાસ નોંધાવી છે.15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.મંગળવારે જ, મહારાષ્ટ્ર સરકારે અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસને પડકારવા માટે સુપ્રીમ કોર્ટમાં પ્રયાણ કર્યું હતું. પરમબીરસિંહની અરજીની સુનાવણી દરમિયાન સીબીઆઈને બોમ્બે હાઈકોર્ટ દ્વારા અનિલ દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે આ આરોપોની તપાસ માટે સીબીઆઈને 15 દિવસની અંદર પીઇ શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો. હવે આ નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ સાથે જ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે રાજ્યના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ વ્યક્તિગત રીતે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

Anil Deshmukh: Rise and slow eclipse of leader who helmed ministry in many  a govt | Cities News,The Indian Express

પરીક્ષા પે ચર્ચા / વડાપ્રધાન મોદી આજે કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, વાલીઓ અને શિક્ષકો સાથે કરશે સંવાદ

પરમબીરસિંહે સો કરોડની વસૂલાત માટે મૂક્યો હતો આરોપ

સોમવારે બોમ્બે હાઈકોર્ટે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસના આદેશ જારી કર્યા હતા. આ અરજીની સુનાવણી કરતાં હાઇ કોર્ટે કહ્યું કે ગૃહ પ્રધાન ઉપર વસૂલાતનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે ખૂબ ગંભીર છે. આવી સ્થિતિમાં સીબીઆઈ દ્વારા તેની તપાસ થવી જોઈએ.

અનિલ દેશમુખે સોમવારે રાજીનામું આપ્યું હતું

સોમવારે સીબીઆઈ તપાસના આદેશના ત્રણ કલાકમાં અનિલ દેશમુખે રાજીનામું આપ્યું હતું. અનિલ દેશમુખે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સુપરત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ નૈતિક ધોરણે રાજીનામું આપી રહ્યા છે.

દિલીપ વલસા પાટિલ નવા ગૃહ પ્રધાન બન્યા

અનિલ દેશમુખના રાજીનામા બાદ એનસીપી નેતા દિલીપ વલસે પાટિલને રાજ્યના નવા ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે. પાટિલ હાલમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં શ્રમ અને આબકારી પ્રધાન હતા.

મોટા સમાચાર / સીએમ રૂપાણીની મોટી જાહેરાત, આવતીકાલથી રાજ્યના 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…