ગુજરાત/ CBIનો સપાટો, અમદાવાદની આ બેન્કના રિજીયોનલ હેડ CBIના સકંજામાં

અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર આવેલી બ્રાન્ચમાં CBI દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.  અમદાવાદથી રિજીયોનલ હેડ નિમેષ માંગેર CBI ના સકંજામાં ઝડપાયા છે.

Ahmedabad Gujarat
mundra 2 CBIનો સપાટો, અમદાવાદની આ બેન્કના રિજીયોનલ હેડ CBIના સકંજામાં

ગુજરાત CBIને મોટી સફળતા હાથ લાગી છે. દેશની પ્રખ્યાત બેન્કના રિજીયોનલ હેડ CBIના સકંજામાં ઝડપાયા છે. વેલ્યુએશન સર્ટિફિકેટ આપવા માટે આ હેડ દ્વારા મોઈ આરકેએમની લાંચ માંગવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના અમદાવાદ ખાતે રત્નાકર બેંકના રિજીયોનલ હેડ CBIના સકંજામાં ઝડપાયા છે. રૂપિયા 30 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. વેલ્યુએશન સર્ટિફિકેટ આપવા માટે લાંચ માંગી હતી. આ કેસમાં પૂનાના રિકવરી હેડ પણ CBIના છટકામાં ઝડપાયા છે.

અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર આવેલી બ્રાન્ચમાં CBI દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.  અમદાવાદથી રિજીયોનલ હેડ નિમેષ માંગેર CBI ના સકંજામાં ઝડપાયા છે. લાંબા સમય બાદ બેંકના ટોચના અધિકારી CBIના સકંજામાં ઝડપાયા છે.અમદાવાદ, પુણે, દિલ્હી સહિત પાંચ સ્થળોએ બંને આરોપીઓની ઓફિસ અને રહેણાંક જગ્યા પર સર્ચ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે ફરિયાદી અને તેના પરિવારના સભ્યો દ્વારા  નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડની બાગાયત યોજનાના ઉત્પાદન અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાણિજ્યિક બાગાયતના વિકાસ હેઠળ કૃષિ ટર્મ લોન માટે અરજી કરી હતી જેમાં સરકાર કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% દરે સબસિડી આપે છે. જો કે સબસિડીની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ફરિયાદી અને તેના પરિવારના સભ્યોની તમામ કૃષિ મુદતની લોન NPA બની ગઈ હતી અને સબસિડી મેળવવા માટે, ગીરો મૂકેલી મિલકતો માટે મૂલ્યાંકન પ્રમાણપત્ર જરૂરી હતું. અને તેના માટે બેન્ક અધિકારીઓએ દ્વારા રૂપિયા 1 કરોડ ની લાંચ માંગવામાં આવી હતી છેવટે રૂપિયા 30 લાખમાં સેટલમેન્ટ થયું હોવાનું જાણવા મળ્યું છે.  આક્ષેપ પણ કરાયો હતો

હાલમાં આ કેસમાં CBI દ્વારા દરેક જગ્યાએ તપાસ ચાલી રહી છે. હાલમાં બંને આરોપીને CBI દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બેંકમાં થતાં ભ્રષ્ટાચારને હવે  CBI દ્વારા ખુલ્લા પાડવામાં આવશે.

 

કચ્છ / મુંદ્રા બંદરેથી પરમાણુ હથિયારમાં વપરાતો કાચો માલ ઝડપાયો