ઓડિશા ટ્રેન દુર્ઘટના/ અત્યંત હૃદયવિદારક અકસ્માતની સીબીઆઇ તપાસ કરશેઃ અશ્વિની વૈષ્ણવ

રેલવેએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. ભુવનેશ્વરમાં રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.

Top Stories India
Odiss train accident 1 અત્યંત હૃદયવિદારક અકસ્માતની સીબીઆઇ તપાસ કરશેઃ અશ્વિની વૈષ્ણવ

રેલવેએ ઓડિશા ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ CBI Inquiry તપાસની ભલામણ કરી છે. ભુવનેશ્વરમાં રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મેઈન લાઈનમાં સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે. વીજળીકરણનું કામ હજુ ચાલુ છે. રેલવે ઘાયલો અને મૃતકોના પરિવારના સંપર્કમાં છે. રેલ્વેએ સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની ભલામણ કરી છે. તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને તેને વધુ તપાસ માટે સીબીઆઈને સોંપવામાં આવશે. રેલવે બોર્ડ દ્વારા આની ભલામણ કરવામાં આવી રહી છે.

બાલાસોરમાં, જ્યાં ટ્રેન દુર્ઘટના બની હતી, ત્યાં ચોવીસ કલાક CBI Inquiry  યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સતત ઘટનાસ્થળે હાજર છે. સેંકડો રેલવે કર્મચારીઓ, રાહત બચાવ ટીમના કર્મચારીઓ, ટેકનિશિયનથી લઈને એન્જિનિયરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ટ્રેક પર પથરાયેલા બોગીઓને હવે હટાવીને સાઈડમાં લઈ જવામાં આવી છે. અકસ્માત બાદ એક્સપ્રેસ ટ્રેન અને ગુડ્સ ટ્રેનના બાકીના ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયા છે. બોગીમાં ફસાયેલા લોકોને પહેલાથી જ બહાર કાઢવામાં આવ્યા છે અને હવે ટ્રેકના રિસ્ટોરેશનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

હોસ્પિટલોમાં શબઘર ફુલ

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે. CBI Inquiry  ઘટનાસ્થળે 2 દિવસથી સતત 24 કલાક રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. બે દિવસ બાદ ટ્રેનની બોગીમાં ફસાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1100થી વધુ છે. હોસ્પિટલોમાં લાવારસ લાશોના ઢગલા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોના શબઘરોમાં જગ્યા બચી નથી. મૃતદેહોની સંખ્યાને જોતા શાળા અને કોલ્ડ સ્ટોરેજને મોર્ગમાં ફેરવી દેવામાં આવ્યા છે.

 

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ મડદાઘરમાં પ્રિયજનોના શબ જોઈને અનેકની આંખમાં આંસુ રોકાતા નથી

આ પણ વાંચોઃ ઓડિશા ટ્રેન દુર્ઘટના/ માબાપ ગુમાવનાર બાળકોને અદાણી ભણાવશે

આ પણ વાંચોઃ MP-Shivraj/ પૂજારીઓને દર મહિને 5 હજાર રૂપિયા અને મંદિરોની જમીન અંગે મોટી જાહેરાત કોણે કરી