Not Set/ CCD નાં માલિક વી જી સિદ્ધાર્થ નેત્રાવતી નદીનાં પુલ પરથી રહસ્યમય રીતે થયા ગુમ

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપનાં નેતા એસ.એમ. કૃષ્ણાનાં જમાઈ વી.જી.સિદ્ધાર્થ ગુમ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, વી.જી.સિદ્ધાર્થ કેફે કોફી ડે(CCD)નાં માલિક છે. વી જી સિદ્ધાર્થ મેંગાલુરુથી ગાયબ થયા છે. વી જી સિદ્ધાર્થનાં ગુમ થયાના સમાચાર સાંભળ્યા બાદ કર્ણાટકનાં સીએમ બીએસ યેદિયુરપ્પા, કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર અને બી.એલ.શંકર એસ.એમ.કૃષ્ણાનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા. […]

India
569dc5ea58e903853f04b2f09437cc72 385 650 CCD નાં માલિક વી જી સિદ્ધાર્થ નેત્રાવતી નદીનાં પુલ પરથી રહસ્યમય રીતે થયા ગુમ

પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપનાં નેતા એસ.એમ. કૃષ્ણાનાં જમાઈ વી.જી.સિદ્ધાર્થ ગુમ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, વી.જી.સિદ્ધાર્થ કેફે કોફી ડે(CCD)નાં માલિક છે. વી જી સિદ્ધાર્થ મેંગાલુરુથી ગાયબ થયા છે. વી જી સિદ્ધાર્થનાં ગુમ થયાના સમાચાર સાંભળ્યા બાદ કર્ણાટકનાં સીએમ બીએસ યેદિયુરપ્પા, કોંગ્રેસનાં નેતા ડી.કે.શિવકુમાર અને બી.એલ.શંકર એસ.એમ.કૃષ્ણાનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા.

કર્ણાટક પોલીસ સીસીડીનાં માલિક વી જી સિદ્ધાર્થની શોધમાં લાગી ગઇ છે. પોલીસનું કહેવું છે કે આ વિશે હાલમાં કશુ પણ કહેવું શક્ય નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીડી અને કોકાકોલા કંપની વચ્ચે સીસીડી વેચવા માટે વાટાઘાટો ચાલી રહી છે. સિદ્ધાર્થે તાજેતરમાં જ તેના કેટલાક સ્ટેક્સને 3000 કરોડમાં વેચી દીધા હતા.

સિદ્ધાર્થનાં ડ્રાઈવરનું કહેવું છે કે તેમણે નેત્રાવતી નદીનાં પુલ પર કાર બંધ કરવાનું કહ્યું. તેઓ કારમાંથી ઉતર્યા અને કહ્યું કે તેઓ થોડી વારમાં પાછા આવી જશે. 30 મિનિટ પછી તેણે ફોન કર્યો, પરંતુ તેમનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો. સિદ્ધાર્થની શોધમાં હેલિકોપ્ટરની સાથે કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી રહી છે.

કોંગ્રેસનાં નેતા યૂ ટી ખડરેએ જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન ચાલુ છે. પરંતુ જ્યારે તેના ગુમ થયાના સમાચાર મળ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સિદ્ધાર્થની શોધમાં પોલીસ અને અન્ય તંત્રની સાથે સ્થાનિક લોકોની મદદ લેવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.