ગુજરાત/ રાજકોટના ખોડલધામ ખાતે ભવ્ય પાટોત્સવની ઉજવણી, નરેશ પટેલે કહ્યું રાજકોટથી 20 કિલોમીટર દુર બનશે શિક્ષણ અને આરોગ્યનું ધામ

ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતા ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાઇ ગયો.

Gujarat
Untitled 57 3 રાજકોટના ખોડલધામ ખાતે ભવ્ય પાટોત્સવની ઉજવણી, નરેશ પટેલે કહ્યું રાજકોટથી 20 કિલોમીટર દુર બનશે શિક્ષણ અને આરોગ્યનું ધામ

રાજકોટમા આજે ખોડલધામનો ભવ્ય પાટોત્સવ યોજાઇ ગયો.. કોરોના મહામારીને લઇને આ કાર્યક્રમ બહુ ઓછા લોકોની હાજરી સાથે આયોજિત કરાયો હતો.  જો કે લાખ્ખો લોકો ઓનલાઇન આ કાર્યક્રમ સાથે જોડાયા હતા. અને આરતી તેમજ દર્શનનો લ્હાવો લીધો હતો..

ખોડલધામ મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થતા ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાઇ ગયો. આ કાર્યક્રમમાં લાખ્ખો લોકો ઓનલાઇન જોડાયા હતા. દરમ્યાન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતાં જણાવ્યું કે, દરેક સમાજનું આમારા પર ઋણ છે, દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા આ સંકુલમાં બનશે. આ પ્રસંગે તેમણે સમાજના હિત માટે અગાઉ લીધેલા સંકલ્પો પૂર્ણ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો.

આ  પણ વાંચો:OMG! / ડોક્ટર્સની ટીમે માણસનાં હ્રદયમાં લગાવી ડુક્કરની કિડની

પાટોત્સવને લઇને મંદિરના પટાંગણને રંગોળી અને મંદિરને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે, સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર અનેક સ્થળે આરતીનું આયોજન કરાયું હતું, આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ખોડલધામ થતા દ્વારા ઉમદા કાર્યોને બિરદાવ્યા હતા.અને સમાજના લોકોને એક તાંતણે બાંધવા બદલ ખોડલધામને અભિનંદન પાઠવ્યા હતા.

2022માં ખોડલધામના નેજા હેઠળ થનારી સમાજ સેવાની પ્રવૃતિઓને લઇને પણ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે વાત કરી હતી..અને રાજકોટથી 20 કિ.મી. દૂર પડધરી પાસે અમરેલી ગામમાં 50 એકર જગ્યામાં શિક્ષણ અને આરોગ્યધામ બનાવવાની જાહેરાત કરી હતી.

આ પણ  વાંચો:National / 13 દેશોના નેતાઓની યાદીમાં PM મોદી નંબર વન, અમેરિકી રાષ્ટ્રપતિને છોડ્યા પાછળ