સુરેન્દ્રનગર/ વઢવાણમાં સ્વ.સુરા દાદાની 105મી જન્મજ્યંતીની કરાઈ ઉજવણી

સુરા દાદાએ 135થી વધારે પુસ્તકો લખેલ છે અને સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને સમાજ અને રાષ્ટ્ર માટે વિવિધ કાર્ય કરેલ છે

Gujarat Others
વઢવાણ

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે આવેલ સુર સાગર દૂધની ડેરીમાં દિવંગત સુરાભાઈ ભરવાડ જન્મ જ્યંતી ઉજવણી સમિતિ સુરેન્દ્રનગર દ્વારા સમસ્ત ગોપાલક સમાજને જાગૃત કરનાર કુરૂઢિઓ,કુરિવાજો દૂર કરનાર, સુશિક્ષિત, સુવિકસિત, અને ગૌરવંતો જોવાનું સપનું સેવી તેને સાકાર કરવા પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેનાર ક્રાંતિકારી યુગપુરુષ, સમાજ સુધારક અને ગાંધીવાદી કર્મશીલ પરમ સ્વ. સુરાભાઈ પુનાભાઈ ભરવાડની 105 મી જન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં આગામી વર્ષમાં દરેક જિલ્લા અને તાલુકા લેવલે પણ થશે તેવો વિશ્વાસ રજૂ કરેલ. એવું કામ કરો કે લોકો તમને કાર્ય ને જોઈને યાદ કરે અથવા એવું લખો કે જે વાંચી ને તમને બધા યાદ કરે પરંતુ સુરા દાદા એ 135 થી વધારે બુક લખેલ છે અને સમગ્ર ભારતમાં ભ્રમણ કરી ને સમાજ અને રાષ્ટ્ર માટે વિવિધ કાર્ય કરેલ છે માટે તેમને યાદ કરી એ છીએ અને હા જો આપણે આપડા સમાજ સુધારક ને યાદ નહિ કરી એ તો આવનારી પેઢી આપણને પણ યાદ નહિ કરે તે વાસ્તવિક હશે.

આ કાર્યક્રમ  એસ એસ પી જૈન કોલેજ ધ્રાંગધ્રા ના પ્રો. ડૉ. જીવણ ભાઈ ડાંગરના માર્ગદર્શન નીચે યોજાયેલ અને કાર્યક્રમની શરૂઆતમાં સમૂહમાં દીપ પ્રાગટ્ય કરાવી શાબ્દિક રીતે બધાને આવકારી તેમને સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ અને આભાર વિધિ પણ તેમને જ કરેલ. આ કાર્યક્રમમાં ગુજરાત પાલ મહાસભાના પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ ડાંગર,સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ લાલા ભાઈ ગમારા, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ માલધારી સેલના કન્વીનર ગોપાલભાઈ મુંધવા સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર  જિલ્લા સંયોજક પુના ભાઈ વકાતર, જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ ખાટરીયા, જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગરના પૂર્વ પ્રમુખ પોપટભાઈ ગમારા, શિક્ષક હરી ભાઈ ચાવડા, સુરેન્દ્રનગર શહેર ભાજપના ઉપપ્રમુખ અને સુરેન્દ્રનગર સાડી એસોસીએસનના પ્રમુખ જામાભાઈ ગારિયા, સમાજ અગ્રણી અજયભાઇ સભાડ, ધ્રાંગધ્રાના પૂર્વ નગરપાલિકા સભ્ય નોંઘાભાઈ ભરવાડ, સમાજ અગ્રણી વેલાભાઈ ભરવાડ, સુર સાગર ડેરીના કર્મચારી દિનેશ ભગત, જિલ્લા ભાઈ, હિતેષભાઇ તથા સમગ્ર ડેરીનો સ્ટાફ, સુરેન્દ્રનગર વઢવાણના ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સંજયભાઈ કાટોડિયા, સમાજ અગ્રણી મુળજીભાઈ કાટોડિયા ઉપરાંત સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં અને તમામ લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી દાદાના કાર્યો અને પોતાના અનુભવ રજૂ કાર્ય હતા તેમજ આજની પેઢીને દાદાએ બતાવેલા માર્ગ ઉપર ચાલવા પ્રોત્સાહન આપ્યું હતું.

આ પણ વાંચો : પુત્રના ભણતર માટે પિતાએ વેચ્યું ઘર, 23 વર્ષની ઉંમરે બન્યો IAS