Not Set/ શહેરના તમામ સ્મશાનગૃહ ફૂલ થતા હવે અંતિમક્રિયા માટે સ્વજનોનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ

ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહ માં પણ ૨ થી ૪ કલાક સુધી નું વેટીંગ ચાલી રહ્યું છે.

Gujarat Surat Trending
જયરાજ સિંહ પરમાર 14 શહેરના તમામ સ્મશાનગૃહ ફૂલ થતા હવે અંતિમક્રિયા માટે સ્વજનોનું ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ

સુરત જીલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. સુરત શહેરના તમામ સ્મશાન ગૃહ ફૂલ થતા હવે અંતિમ ક્રિયા માટે સ્વજનો મૃતદેહો લઇ  ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના સ્મશાન ગૃહ માં પણ ૨ થી ૪ કલાક સુધી નું વેટીંગ ચાલી રહ્યું છે.

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં કોરોના ની સ્થિતિ બેકાબુ થઇ રહી છે ,મહત્વ નું છે કે ગત વર્ષ ની સરખામણી માં આ વખતે મૃત્ય દર માં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ,જેને કારણે સુરત શહેર ના તમામ સ્મશાન ગૃહ હાલ ફૂલ થઇ ગયા છે જેને કારણે હવે સુરત શહેર ના મૃતદેહો ને અંતિમસંસ્કાર માટે ગ્રામીણ વિસ્તાર તરફ  મોકલવામાં આવી રહ્યા છે પરંતુ મૃતદેહો નો ભરવો એટલો છે કે ગ્રામીણ વિસ્તાર ના સ્મશાનગૃહો માં પણ ૩ થી ચાર કલાક જેટલો વેટીંગ સમય લાગી રહ્યો છે સુરત ના બારડોલી ,કડોદરા અને ખોલવડ સ્મશાનગૃહો પર સુરત શહેર માંથી મૃતદેહો લાવવમાં આવી રહ્યા છે

જોકે સુરત શહેર ના સ્મશાન ગૃહ માં લાંબા સમય ની વેટીંગ હોવાથી સુરત મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ના સ્મશાન ગૃહ ના પ્રમુખ તેમજ ટ્રસ્ટી ઓ નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સુરત શહેર ના કોવિડ મૃતદેહો ને અગ્નિ સંસ્કાર માટે ની વાત કરતા તમામ સ્મશાન ગૃહો પર હાલ અંતિમ સંસ્કાર ની પ્રક્રિયા ચાલી રહી છે. કામરેજ ના ખોલવડ ખાતે આજે સવાર થી ૨૨ જેટલા મૃતદેહો ની અંતિમ ક્રિયા કરવામાં આવી છે. અને હજુ પણ સુરત શહેર વિસ્તારમાંથી મૃતદેહો અંતિમ ક્રિયા માટે લાવવમાં આવી રહ્યા છે .