Tomato-Centre/ ટામેટા સસ્તા કરવા કેન્દ્ર સક્રિયઃ બીજા રાજ્યોમાંથી ખરીદી કરી નીચા ભાવે વેચશે

કેન્દ્ર સરકારે દેશભરમાં ટામેટાંના વધતા ભાવથી રાહત આપવા માટે એક યોજના તૈયાર કરી છે. ગ્રાહક બાબતોના વિભાગે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF)ને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવા અને ટામેટાના ભાવ ઊંચા હોય તેવા વિસ્તારોમાં તેનું વિતરણ કરવા જણાવ્યું છે.

Top Stories India
Tomato Centre ટામેટા સસ્તા કરવા કેન્દ્ર સક્રિયઃ બીજા રાજ્યોમાંથી ખરીદી કરી નીચા ભાવે વેચશે

કેન્દ્ર સરકારે દેશભરમાં ટામેટાંના વધતા ભાવથી Tomato-Centre રાહત આપવા માટે એક યોજના તૈયાર કરી છે. ગ્રાહક બાબતોના વિભાગે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (નાફેડ) અને નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન (NCCF)ને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાં ખરીદવા અને ટામેટાના ભાવ ઊંચા હોય તેવા વિસ્તારોમાં તેનું વિતરણ કરવા જણાવ્યું છે. ટામેટાના ભાવ સતત વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં તો ટામેટાનો ભાવ પ્રતિ કિલો 180 પર પહોંચી ગયો છે અને હવે 200 રૂપિયા પર પહોંચી જાય તેવી સંભાવના છે.
દેશમાં મોટાભાગના સ્થળોએ ટામેટાના Tomato-Centre ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સરકારે કહ્યું કે ટામેટાંનો આ તાજો સ્ટોક જે કેન્દ્રો પર છોડવામાં આવશે તેની ઓળખ છેલ્લા એક મહિનામાં છૂટક કિંમતમાં થયેલા વધારાના આધારે કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં વપરાશને પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. એટલે કે જ્યાં વપરાશ વધુ હશે ત્યાં તેનો પુરવઠો પણ વધુ હશે.
સરકારે કહ્યું કે શુક્રવાર એટલે કે 14 જુલાઈથી Tomato-Centre દિલ્હી-એનસીઆરમાં ગ્રાહકોને નવો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે શુક્રવારથી તેઓ ઓછા ભાવે ટામેટાં ખરીદી શકશે. દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશો કુલ ઉત્પાદનમાં લગભગ 60% યોગદાન આપે છે. ભારતના લગભગ દરેક રાજ્યમાં ટામેટાનું ઉત્પાદન થાય છે. જ્યારે દક્ષિણ અને પશ્ચિમી પ્રદેશો દેશના કુલ ઉત્પાદનમાં લગભગ 60% યોગદાન આપે છે. આ પ્રદેશોમાં વધારાના ઉત્પાદનનો ઉપયોગ ભારતના અન્ય ભાગોમાં ટામેટાંનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે થાય છે.

ચોમાસામાં ટામેટાંના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ભાવ વધે છે
વિવિધ પ્રદેશોમાં મોસમના આધારે ઉત્પાદનનું પ્રમાણ Tomato-Centre ઓછું કે વધુ રહે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ટામેટાંનું મહત્તમ ઉત્પાદન થાય છે. જુલાઈ-ઓગસ્ટ અને ઓક્ટોબર-નવેમ્બરમાં ટામેટાંનું ઉત્પાદન ઓછું થાય છે. જુલાઈમાં ચોમાસું શરૂ થતાં ટામેટાંનું ઉત્પાદન ઘટે છે અને ભાવ વધે છે.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી નવા પાકના આગમનથી ભાવમાં ઘટાડો થશે. સરકારે કહ્યું કે દિલ્હી અને આસપાસના શહેરો હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાંથી સ્ટોક મેળવી રહ્યા છે. સાથે જ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી ઘણા રાજ્યોમાં ટામેટાંની સપ્લાય થઈ રહી છે. જો કે, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ટૂંક સમયમાં નવો પાક આવવાની ધારણા છે. જેના કારણે આવનારા સમયમાં ભાવ નીચે આવી શકે છે.

 

આ પણ વાંચોઃ Ashwin Five/ અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ

આ પણ વાંચોઃ Elon Musk/ ટેસ્લા કંપનીના CEO એલોન મસ્કે નવી કંપની XAI લોન્ચ કરી,ChatGPTનો બનશે વિકલ્પ!

આ પણ વાંચોઃ Quran Burning In Sweden/ UNHRCમાં કુરાન સળગાવવાના વિરોધમાં પ્રસ્તાવને મંજૂરી,ભારતે આ મામલે શું કહ્યું…

આ પણ વાંચોઃ Madhay Pardesh/ હેકર્સે કમલનાથનો મોબાઇલ કર્યો હેક,અનેક નેતાઓ પાસે માંગ્યા લાખો રૂપિયા

આ પણ વાંચોઃ Chatishghadh/ કોંગ્રેસે ચૂંટણી પહેલા સંગઠનમાં કર્યો મોટો ફેરફાર, આદિવાસી નેતા દિપક બૈજને છત્તીસગઢના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા