New Delhi/ કેન્દ્ર સરકારે 348 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો, ચીનને મોકલી રહ્યા હતા ભારતીયોનો ડેટા

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશો દ્વારા વિકસિત 348 મોબાઈલ એપ્સની ઓળખ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Top Stories India
sending

કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશો દ્વારા વિકસિત 348 મોબાઈલ એપ્સની ઓળખ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે યુઝરની માહિતી એકઠી કરી રહી હતી અને તેને અનધિકૃત રીતે દેશની બહાર સ્થિત સર્વરો પર મોકલી રહી હતી.

આ માહિતી ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં રોડમલ નાગરના એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

સદસ્યએ પૂછ્યું હતું કે, શું સરકારે દેશની બહાર માહિતી મોકલતી કોઈપણ એપ્લિકેશનની ઓળખ કરી છે અને જો આવી કોઈ એપ્લિકેશન મળી આવે છે, તો શું તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવી 348 એપ્સની ઓળખ કરી છે અને મંત્રાલયની વિનંતી પર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ તમામ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે.

મંત્રીએ કહ્યું કે આ પ્રકારનો ડેટા ટ્રાન્સમિશન ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની રક્ષા અને રાજ્યની સુરક્ષાનું ઉલ્લંઘન કરે છે. ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સ ચીન સહિત વિવિધ દેશો દ્વારા વિકસાવવામાં આવી છે.

આ પણ વાંચો:મમતા સરકારમાં 9 નવા મંત્રીઓ જોડાશે, બાબુલ સુપ્રિયો પણ હશે કેબિનેટનો હિસ્સો