Politics/ રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારને ખબર નથી ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો

એક મીડિયા અહેવાલનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે કેન્દ્ર સરકાર સમજી શકી નથી.

Top Stories India
રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારને

ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સરહદ પર તણાવ ઓછો કરવાના પ્રયાસો ચાલુ છે. દરમ્યાન, કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકાર સરહદ પર ચીનની હરકતો સાથે કેવી રીતે કાર્યવાહી કરવી તે સમજી શકી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીનની હરકતોની અવગણનાથી ભવિષ્યમાં મુશ્કેલીઓ ઉભી થશે.

મહામારીનો ભય / હવે તો કંટાળ્યા, ક્યારે ખતમ થશે આ કોરોના વાયરસ, ફરી વધવા લાગ્યા એક્ટિવ કેસ

એક મીડિયા અહેવાલનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે કેન્દ્ર સરકારને સમજી શકી નથી. આજે તેની હરકતોની અવગણના કરવાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓ થશે.” એક અન્ય ટ્વીટમાં રાહુલ ગાંધીએ ‘કારગિલ વિજય દીવસ’ પર શહીદોને યાદ કર્યા છે. તેમણે કહ્યું, “અમારા ત્રિરંગોનાં ગૌરવમાં પોતાનું જીવન આપનાર દરેક લડવૈયાને હાર્દિક શ્રદ્ધાંજલિ. દેશની સુરક્ષા માટે તમારા અને તમારા પરિવારનાં આ સર્વોચ્ચ બલિદાનને અમે હંમેશાં યાદ રાખીશું. જય હિન્દ.”

મહત્વના સમાચાર / કારગિલ વિજય દિવસે નિમિત્તે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્રાસની મુલાકાત લેશે, શહીદોને શ્રદ્ધાંજલિ આપશે

કોંગ્રેસનાં નેતાએ ટાંકેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીની સેનાએ ડેમચોક વિસ્તારમાં ભારતીય સીમાની અંદર તંબૂ લગાવી દીધા છે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની વાતી કરીએ તો તેઓ આજે સંસદમાં ટ્રેક્ટર મારફતે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, ‘હું ખેડૂતોનો સંદેશ લઈને આવ્યો છું. સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારે આ કાળો કાયદો પાછો લેવો પડશે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોના અવાજને દબાવી રહી છે અને સંસદમાં તેમના મુદ્દા પર ચર્ચા થવા દેતી નથી. ત્રણ નવા કૃષિ કાયદાઓ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, આ કાળા કાયદા છે અને સરકારે તેમને પાછા ખેંચવા જ પડશે. સમગ્ર દેશ જાણે છે કે આ કાયદાઓથી દેશનાં 2 થી 3 ઉદ્યોગપતિઓને જ ફાયદો થશે. કોંગ્રેસનાં નેતાએ સરકાર પર શાંબ્દિક હુમલો કર્યો અને કહ્યું, સરકારનાં જણાવ્યા મુજબ, ખેડૂતો ખૂબ ખુશ છે. સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરનારા લોકો આતંકવાદી છે. પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોનાં હક છીનવાઇ રહ્યા છે.

રણદીપ સુરજેવાલા, દિપેન્દ્ર હૂડા અને કોંગ્રેસનાં અન્ય ઘણા નેતાઓ રાહુલ ગાંધી સાથે સંસદ ટ્રેક્ટર પર સવાર જોવા મળ્યા હતા. આ ટ્રેક્ટર ડ્રાઇવ કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસનાં નેતા રણદીપ સુરજેવાલા અને પત્ની. શ્રીનિવાસને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ટ્રેક્ટરની સામે કૃષિ કાયદાઓ વિરુદ્ધ એક પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું અને ખેડૂતોનાં સમર્થનમાં વાતો કહેવામાં આવી હતી. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ ખેડૂતોનો અવાજ છે, તેેમને સાંભળવામાં આવી રહ્યા નથી. સરકારે આ ત્રણ કૃષિ કાયદા પાછા લેવા પડશે, આ કાળા કાયદા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ખેડૂતો પર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમને આતંકવાદી પણ કહેવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર ખાતે કિસાન સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. 200 ખેડૂત દરરોજ જંતર-મંતર ખાતે સંસદનું આયોજન કરશે, જે સંસદનાં ચોમાસુ સત્ર સુધી ચાલુ રહેશે. છેલ્લા એક વર્ષથી દિલ્હીની ટીકરી, સિંઘુ અને ગાઝીપુર સરહદ પર ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવા જોઈએ, પરંતુ સરકારનું કહેવું છે કે કાયદા પાછા નહીં ખેંચવામાં આવે. જો કોઈ ફેરફાર કરવો પડશે તો સરકાર વાટાઘાટો માટે તૈયાર છે.