ગાઇડલાઇન/ વેક્સિન માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી

સરકારે રસીકરણ માટે ગાઇડલાઇન રજૂ કરી

Top Stories
વેક્સિન વેક્સિન માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જાહેર કરી

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસ્તી, કોરોના દર્દીઓના ભારણ અને રસીકરણની પ્રગતિના આધારે રસીની માત્રા ફાળવવામાં આવશે. સરકારે 21 મી જૂનથી લાગુ થનારા રાષ્ટ્રીય કોવિડ રસીકરણ પ્રોગ્રામ માટે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. આમાં રાજ્યોને પણ રસીનો વ્યય  અટકાવવાનું  કહેવામાં આવ્યું છે.  જે રાજ્યો વધુ માત્રામાં રસીનો વ્યય કરશે તો તે  જ પ્રમાણમાં તેમની ફાળવણીમાં કાપ મૂકવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોને મફત રસીકરણની જાહેરાત કર્યાના એક દિવસ પછી સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકાર દેશની રસી ઉત્પાદક કંપનીઓમાંથી 75 ટકા ડોઝ ખરીદશે અને તેને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપશે. રસીકરણ કરવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રહેશે.લોક કલ્યાણ ની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે બિન-હસ્તાંતરિત ઇલેકટ્રોનિક વાઉચરો આપવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા મંજૂર કરાયેલા આ વાઉચર દ્વારા, કોઈપણ વ્યક્તિ ગરીબોને રસીકરણમાં મદદ કરી શકે છે. આર્થિક રીતે નબળા વર્ગને આ વાઉચર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં રસી અપાય છે. ઉલ્લેખનીય છે કે  સરકારી કેન્દ્રો પર મફત રસી ઉપલબ્ધ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં રસી મેળવવા માટે પૈસા ચૂકવવા પડે છે. રસી ઉત્પાદકો સીધી ખાનગી હોસ્પિટલોમાં રસી વેચી શકે છે, પરંતુ મર્યાદા કુલ ઉત્પાદના 25 ટકાની અંદર હોવી જોઈએ.

નવી માર્ગદર્શિકામાં એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિત નાની અને મોટી ખાનગી હોસ્પિટલો વચ્ચે રસી ફાળવવામાં કોઈ ભેદભાવ ન થાય. આ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની માંગ એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું છે. આ માંગના આધારે, કેન્દ્ર સરકાર ખાનગી હોસ્પિટલોને રસી સપ્લાય કરશે અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તાના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ દ્વારા ચુકવણી લેવામાં આવશે. રાજ્યો ખાનગી હોસ્પિટલો પર નજર રાખશે જેથી રસીનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય.

બધા નાગરિકો વિના મૂલ્યે રસી લગાવવાના પાત્ર બને છે. . પરંતુ જે લોકો પૈસા આપીને રસી અપાવવા માટે સક્ષમ છે તેઓને ખાનગી હોસ્પિટલોમાં રસી કરાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. રાજ્યો રસી બુકિંગ માટે સામાન્ય સેવા કેન્દ્રો અને કોલ સેન્ટરોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે.

સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કો-વિન પ્લેટફોર્મ પર રસીકરણ માટે અગાઉથી સમય બુક કરવાની સુવિધા આપવામાં આવી છે. સુધારેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે તમામ સરકારો અને ખાનગી રસીકરણ કેન્દ્રો વ્યક્તિગત અને સામૂહિક રસીકરણ માટે સ્થળ પર નોંધણીની સુવિધા આપશે. તેની વિગતવાર પ્રક્રિયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવશે.

માર્ગદર્શિકા શું કહે છે

-રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીના પુરવઠાના આધારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પ્રાધાન્યતા નક્કી કરવા

– રસી ઉત્પાદકો ખાનગી હોસ્પિટલો માટે રસી ડોઝના ભાવની ઘોષણા કરશે, ભાવમાં થયેલા ફેરફાર અંગે અગાઉથી માહિતી આપવી પડશે

ખાનગી હોસ્પિટલો સેવા ચાર્જ તરીકે લાભ માટે વધુમાં વધુ રૂ .150 સુધી ચાર્જ લઈ શકે છે